• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

અંજાર ખાતે આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટમાં તુંણા દેવળીયાની ટીમ ચેમ્પીયન બની

અંજાર, તા. 26 : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ ડી.વી.હાઈસ્કૂલ અંજાર ખાતે યોજાઈ હતી.જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે ઉપસ્થિત રહી આશીવચન પાઠવ્યા હતા. અતિથિ વિશેષપદે ગૌતમભાઈ જોષી તથા અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના રાજ્યના, જિલ્લાના અને તાલુકા-નગરના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સર્વ  પ્રાર્થના  બાદ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતું. ત્યાર બાદ રાજ્ય અને નેશનલ કક્ષા એ યોગ સ્પર્ધામાં ભાગલેનાર   પટેલ હસ્ત વરૂણભાઇ તથા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અને શાળાકીય રમતોત્સવમાં વોલીબોલ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે વિજેતા થનાર  વલ્લભદાસજી મહારાજ પ્રાથમિક શાળાના યુ - 14 ટીમ ના તમામ વિધાર્થીઓને મેડલ સાથે અભિવાદન કરાયુ હતું. વોલીબોલ ટુર્નામેન્ટમાં  અંજાર નગર અને તાલુકાના શિક્ષક ભાઈઓ તેમજ અન્ય વિભાગનાં કર્મચારીઓની કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં તુણા-દેવળીયા ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. સંગઠનના રચનાત્મક કાર્યો થી પ્રેરાઈ ને જિલ્લા ફેર બદલીથી ગયેલ શિક્ષક  રોનકભાઈ પટેલ અને  આદિત્યભાઈ ત્રિવેદી ટ્રોફી અને મેડલના દાતા   તેમજ  જિલ્લા ફેર બદલીથી ગયેલ શિક્ષક પટેલ નિર્મલસાગર અને  સંજય પ્રજાપતિ ટુર્નામેન્ટ માટે વોલીબોલ ના દાતા બન્યા હતા. સંગઠનના પદાધિકારી  કરસનભાઈ વાળા વ્યવસ્થામાં સહયોગ સાંપડયો હતો.સંચાલન ભલોટ પ્રાથમિક શાળાના આચાર્ય  રમેશભાઈ વાળાએ કર્યું હતું.  કાર્યક્રમમાં મૂળજીભાઈ, ગઢવી, નયનભાઈ વાંઝા, અમરાભાઈ રબારી, રમેશભાઈ ગાગલ, મયુરભાઈ પટેલ, કાંતિભાઈ રોઝ, જખરાભાઈ કેરાસિયા, અમોલભાઈ ધોળકિયા, હરદેવાસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે સંગઠનના પિયુષભાઈ ડાંગર, વિપુલભાઈ ત્રિવેદી, હસુભાઈ પરમાર, વિનોદભાઈ હડિયા, કમલેશભાઈ નાયી, વનરાજ ઝીલરિયા, નરાસિંહભાઈ ડાંગર શેઠ ડી.વી. હાઈ સ્કૂલ ના આચાર્ય  જયેશભાઈ પીઠડીયા સહિતનાએ સહકાર આપ્યો હતો. 

Panchang

dd