• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

દેવપર (યક્ષ)ની શાળાનો સંવેદનશીલ મુદ્દો રોષ સાથે ઊભર્યો : સંગઠનો મેદાને

ભુજ, તા. 26 : નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ)ની સરકારી પ્રાથમિક શાળામાં રિશેષ દરમ્યાન ધો. 6ના વિદ્યાર્થીઓ પૈકી આઠ છાત્રને બળજબરીથી સહપાઠીઓ દ્વારા અન્ય ધર્મની બંદગી કરાવવાની ઘટનાએ રોષ જન્માવ્યો હતો.   મામલાની સંવેદનશીલતાની નોંધ લઇને પોલીસે સમજાવટના પ્રયાસ કર્યા છે. આ ઘટના અંગે હિન્દુ સંગઠનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દેવપર (યક્ષ)ની પ્રા. શાળામાં ધો. 6માં ભણતા આઠેક જેટલા વિદ્યાર્થીને શાળાના ગ્રાઉન્ડમાં જ અભ્યાસ કરતા છાત્રો દ્વારા રિશેષના સમયે ધાકધમકી કરીને જબરદસ્તી બંદગી કરાવવામાં આવતી.  ડરના માર્યા વિદ્યાર્થીઓ આ વાતને છુપાવીને રાખતા હતા, પણ છેલ્લે ગઈકાલે એક નીડર વિદ્યાર્થીએ પોતાના ઘરે વાલીઓને આ વાત કરતાં મામલો જિલ્લા-તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના અગ્રણીઓ સુધી પહોંચતાં વાલીઓ, ગામના અગેવાનો, મહિલાઓ સહિત પીએસઆઈ સાથે પોલીસ ટીમ સાથે 300થી ઉપર લોકોએ શાળામાં પહોંચી શાળાના મુખ્ય આચાર્ય તથા શિક્ષકોને ઘેર્યા હતા. ગ્રાઉન્ડ તથા જાહેરસભા પણ યોજી હતી અને ઘટનાને સખત શબ્દોમાં આગેવાનો દ્વારા વખોડવામાં આવી હતી. નખત્રાણા પી.એસ.આઈ. રાજેશ બેગડિયા તથા પોલીસ ટીમની હાજરીમાં શાળાના મુખ્ય આચાર્યનું ઘટના અંગે નિવેદન લેતાં તેમણે બનાવની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો. આ બનાવના પગલે આ ધાર્મિક સ્થાનનો મુદ્દો પણ સપાટી પર આવ્યો હતો. આ સંદર્ભે પોલીસ તંત્ર આગળની તપાસની કાર્યવાહી આદરી છે. આ ટાંકણે વિ. હિન્દુ પરિષદ જિલ્લાના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, મંત્રી નાઝાભાઈ ભરવાડ, બજરંગ દળના કરણસિંહ સોઢા, હિરેન ભાનુશાલી, કિશોર છાભૈયા, હર્ષદ પટેલ, પી.એસ.આઈ. રાજેશ બેગડિયા સહિત પોલીસ ટીમ તથા ગામના 300થી ઉપરની સંખ્યામાં મહિલા, પુરુષ, યુવા, આગેવાનો હાજર રહ્યા હતા. 

Panchang

dd