ભુજ, તા. 26 : ચેક પરત ફરવાના કેસમા ભુજના
આરોપી મોહમદ રફીક ગુલામ નોડેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો અદાલતે આપ્યો
છે. આ કેસની ટૂંક વિગત મુજબ વર્ષ 2023મા આરોપી મોહમદ રફીક ગુલામ નોડે (રહે. અંજલિનગર, ભુજ)એ ફરિયાદી એઝાઝ હારૂન અબડા (રહે. ભુજ) પાસેથી
બે ગાડી ખરીદી હતી. તે રકમ ચૂકવવા બાબતે વીસ-વીસ હજારના પાંચ ચેક આપ્યા હતા. જે પરત
ફરતા ફરિયાદ કરવામાં આવી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. કુરેશીએ આરોપીને કસૂરવાર
ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 52000નો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. ફરિયાદી વતી એડવોકેટ એ.આર.
મલક અને તેની સોથ પ્રફુલકુમાર બી. સીજુ, નવીન આર. સીજુ, કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા.