• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભુજમાં રીક્ષામાં ચાલતો આંકડાનો જુગાર પકડાયો

ભુજ, તા. 26 : શહેરના બસ સ્ટેશન માર્ગે રીક્ષામાં બેસી મોબાઈલ મારફત વરલી મટકાનો આંક-ફેરનો આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કટિંગ આપનારનો નામ ખુલ્યો હતો. એ-ડિવિઝન પોલીસે બાતમીના પગલે આજે બપોરે બસ સ્ટેશન માર્ગે જલદીપ હોટલ નજીક ઊભેલી સીએનજી રીક્ષા નં. જી.જે. 12 બીયુ 5020વાળીમાં આરોપી નૂરમામદ ઉર્ફે બાબુ સુલેમાન સમા (રહે. ભુજ) બેસી ગ્રાહકો પાસેથી આંકડો લઈ જુગાર રમાડતો હતો. પોલીસ ત્યાં પહોંચતા આરોપી નૂરમામદ મોબાઈલ સંતાડવા લાગ્યો હતો. મોબાઈલ તપાસના વોટસઅપમા શ્રીદેવી બજારના આંક ફરકના આંકડા હતા. તેની પાસેથી આંકડાના રોકડા રૂા. 100, એક મોબાઈલ કિ. રૂા. 5000 તથા 40 હજારની રિક્ષા કબજે લેવામાં આવી હતી. પૂછતાછમાં આ વેપાર તે ઈમ્તિયાઝ ઉર્ફે ખાન સાબ પઠાણ (ભુજ)ને આપતો હોવાનું જણાવ્યું હતું. બન્ને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તજવીજ આદરી હતી. 

Panchang

dd