અમદાવાદ, તા. 26 : એડન માર્કરમની 82 રનની અણનમ કેપ્ટન ઇનિંગ્સની
મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામે 9 વિકેટે આક્રમક
વિજય સાથે દ. આફ્રિકા ટીમ ટી-20 વર્લ્ડ કપના
સેમિ ફાઇનલ નજીક પહોંચી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે દ. આફ્રિકાનો મહાવિજય ટીમ ઇન્ડિયા માટે
રાહતજનક છે. સૂર્યસેના માટે સેમિફાઇનલમાં પહોંચવાનું સમીકરણ સાફ થઇ ગયું છે. હવે ઝિમ્બાબ્વે
અને વેસ્ટ ઇન્ડિઝ સામે હરહાલમાં વિજય મેળવવાનો રહેશે. આફ્રિકાના બે મેચમાં 4 પોઇન્ટ છે અને તેનો નેટ રન રેટ 2.890 છે. આથી અંતિમ મેચમાં કદાચ
ઝિમ્બાબ્વે સામે હાર મળશે તો પણ તે સેમિ.માં પહોંચી જશે તેવી સ્થિતિમાં છે. આજની મેચમાં
આફ્રિકાએ 177 રનનો વિજય લક્ષ્યાંક ફકત 16.1 ઓવરમાં 23 દડા બાકી રાખીને હાંસલ કરી
લીધો હતો. કેપ્ટન એડન માર્કરમ 46 દડામાં 7 ચોગ્ગા-4 છગ્ગાથી 82 રને અને રિયાન
રિકલટન 28 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 4પ રને અણનમ
રહ્યા હતા. ડિ'કોક 24 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી 47 રને આઉટ થયો
હતો. માર્કરમ-ડિ'કોક વચ્ચે પહેલી
વિકેટમાં 48 દડામાં 9પ રનની ભાગીદારી થઇ હતી. માર્કરમ-રિકલ્ટને
બીજી વિકેટમાં પ0 દડામાં 82 રનનો ઉમેરો કર્યો હતો. અગાઉ
આફ્રિકી કેપ્ટન એડન માર્કરમનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લગભગ સફળ રહ્યો હતો. આફ્રિકી
પેસ બોલર ઇનિંગ્સની ત્રીજી ઓવરથી ત્રાટકયા હતા અને આ સિલસિલો 11મી ઓવર સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન
વેસ્ટ ઇન્ડિઝના ટોપ ઓર્ડર બેટર્સની આવન-જાવન ચાલુ રહી હતી અને 83 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની અકકકકકા
સ્થિતિમાં બે પૂંછડિયા ખેલાડી અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડે આફ્રિકી
બોલર્સ સામે કાઉન્ટર એટેક કર્યો હતો. આ બન્ને વચ્ચે આઠમી વિકેટમાં ફકત પ7 દડામાં 89 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે અંતિમ ઓવરમાં આ બન્ને 13 રન જ ઉમેરી શકયા હતા. આમ છતાં
20 ઓવરમાં વિન્ડિઝનો સ્કોર 8 વિકેટે 176 રન સુધી પહોંચી ગયો હતો. હોલ્ડર અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો. તેણે
31 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 49 અને શેફર્ડે
37 દડામાં 3 ચોગ્ગા-4 છગ્ગાથી અણનમ પ2 રન કર્યાં હતા. આફ્રિકા તરફથી લૂંગી એનગિડીએ 3 વિકેટ લીધી હતી. રબાડા અને બોશને 2-2 વિકેટ મળી હતી.