• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પાકની ટીમનું ભારતમાં સ્વાગત

હૈદરાબાદ, તા.28: વિઝા સમસ્યાના ઉકેલ બાદ બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ બુધવારે સાંજે ભારત આવી પહોંચી હતી. પાકિસ્તાનની ટીમ દુબઈથી હૈદરાબાદ આવી પહોંચી હતી. વિમાની મથકે પાક. ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ઘણા ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં પાક. કપ્તાન બાબર આઝમે કહ્યંy કે ભારતમાં અમને જે આવકાર મળ્યો છે તેથી અમે બધા ભાવુક થયા છીએ. પાક. ટીમનો આ 7 વર્ષ બાદ ભારત પ્રવાસ છે. આ પહેલા વર્ષ 2016માં પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમની પહેલી મેચ 6 ઓકટોબરે નેધરલેન્ડ્સની ટીમ સામે હૈદરાબાદમાં છે. બીજી મેચ પણ હૈદરાબાદમાં શ્રીલંકા સામે રમશે. વર્લ્ડ કપ પહેલા બાબર આઝમની ટીમ પહેલી વોર્મઅપ મેચમાં 30મીએ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. બીજી વોર્મઅપ મેચ 3 ઓકટોબરે ઓસ્ટ્રેલિયા સામે હશે જ્યારે ભારત-પાક.ની ટક્કર તા. 14 ઓક્ટોબરે અમદાવાદમાં થશે. ગઇકાલે સાંજે હૈદરાબાદ પહોંચ્યા બાદ પાકિસ્તાનની ટીમે આજે સવારે ભરપૂર નેટ પ્રેક્ટિસ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang