• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ધોનીના હાથે મળેલી હારનું દુ:ખ નથી : હાર્દિક પંડયા

અમદાવાદ, તા.30: આઇપીએલના રોમાંચક ફાઇનલમાં અંતિમ દડે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મળેલી હાર બાદ ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડયાએ કહ્યંy કે તેને એમએસ ધોનીના હાથે મળેલી હારનું દુ:ખ નથી. જેને હાર્દિક પોતાનો માર્ગદર્શક માને છે. વરસાદગ્રસ્ત ફાઇનલમાં સીએસકેને આખરી બે દડામાં જીત માટે 10 રનની જરૂર હતી. ત્યારે રવીન્દ્ર જાડેજાએ મોહિત શર્માના પાંચમા દડે છગ્ગો અને આખરી દડે ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. મેચ બાદ ગુજરાતના કપ્તાન હાર્દિક પંડયાએ સહુનું દિલ જીતી લીધું હતું. તેણે કહ્યંy હું તેના (ધોની) માટે ખુશ છું. તેના ભાગ્યમાં આ જીતી લખી હતી. મને તેના હાથે હારવામાં કોઇ સમસ્યા નથી. મેં પાછલી સિઝનમાં કહ્યંy હતું કે સારા લોકો સાથે સારૂં લાગે છે. ધોનીએ એક એવો સારો ઇન્સાન છે જેનો હું અત્યાર સુધી મળ્યો છું. ઇશ્વર મારા પ્રત્યે દયાળુ રહ્યા છે, પણ આજે તેમણે ધોનીને વધુ આપ્યું. વરસાદને લીધે ફાઇનલમાં ગુજરાતના 214 રન સામે ચેન્નાઇને 1પ ઓવરમાં 171 રનનું લક્ષ્ય મળ્યું હતું. શું આ કારણે હાર મળી. તેવા સવાલ પર પંડયાએ કહ્યંy હું બહાનાબાજી કરવામાં વિશ્વાસ રાખતો નથી. ચેન્નાઇ અમારી વધુ સારુ રમ્યું. તેમની બેટિંગ લાજવાબ રહી. ભવિષ્યમાં અમે આથી વધુ સારો દેખાવ કરશું. હું મારા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. તેમની સફળતા ફકત તેમની છે. કોચિંગ સ્ટાફનો પણ ભરપૂર સાથ મળ્યો.

Janmadin Vishesh Purti

Panchang