• મંગળવાર, 23 જુલાઈ, 2024

સિંધુ અને શ્રીકાંતની નજર ખિતાબ પર

બેંકોક, તા.29: મલેશિયા માસ્ટર્સમાં અપેક્ષિત પ્રદર્શન કર્યાં બાદ પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત સહિતના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ થાઇલેન્ડ ઓપન સુપર-પ00 ટૂર્નામેન્ટમાં વધુ સારા દેખાવની કોશિશ સાથે કોર્ટમાં ઉતરશે. ગઈકાલે મલેશિયા માસ્ટર્સમાં ચેમ્પિયન બનનાર એચએસ પ્રણયે થાઇલેન્ડ ઓપનમાં વિશ્રામ લીધો છે. મલેશિયા માસ્ટર્સમાં સિંધુ સેમિ અને શ્રીકાંત કવાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા. હવે આ બન્નેની નજર થાઇલેન્ડ ઓપનનો ખિતાબ જીતવા પર રહેશે. વિશ્વ ક્રમાંકમાં 13મા સ્થાને ખસી ગયેલી પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં કેનેડાની ખેલાડી મિશેલ લી સામે ટકરાશે જ્યારે શ્રીકાંતનો સામનો મલેશિયા માસ્ટર્સના ફાઇનલમાં પહોંચનાર ચીનના ખેલાડી વેંગ હોંગ યાંન સામે થશે. ઇજા અને તાજેતરના ખરાબ દેખાવને લીધે 20મા ક્રમે ફેંકાઇ ગયેલ યુવા શટલર લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં ચીની તાઇપેના વાંગ જુ વેઇ વિરુદ્ધ પહેલા રાઉન્ડમાં રમશે. મલેશિયા માસ્ટર્સમાં વિશ્રામ લેનાર ભારતની ટોચની જોડી સાત્વિકરાજ અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપનમાં વાપસી કરશે. તેની સામે પહેલા રાઉન્ડમાં ફ્રાંસની જોડી હશે. મહિલા ડબલ્સમાં અશ્વિની ભટ્ટ અને શિખા ગૌતમ ભારતનો પડકાર રજૂ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang