• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

મૂળ માધાપરનો ખેલાડી વિશ્વ ખોખો સ્પર્ધામાં ઈંગ્લેન્ડ ટીમ વતી રમશે

માધાપર, તા. 6 : મૂળ માધાપરના અને હાલ ઈંગ્લેન્ડ રહેતા શિવ કરસન હીરાણીની  દિલ્હીમાં યોજાનારી આગામી આંતરરાષ્ટ્રીય ખોખો સ્પર્ધા માટે ઈંગ્લેન્ડની ટીમમાં પસંદગી થઈ છે. તા. 11-1થી 20-1 સુધી યોજાનારી  આંતરરાષ્ટ્રીય ખોખો સ્પર્ધામાં વિશ્વની કુલ 21 મેન્સ ટીમ તેમજ 20 વૂમન ટીમ ભાગ લઈ રહી છે. 24 દેશના ખોખો ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રનાનારી ટૂર્નામેન્ટ માટે શિવ કરસન હીરાણી ખોખો ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ નેજા હેઠળ તેમની ટીમના 14 ખેલાડી સાથે દિલ્હી આવી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષની તેની ટ્રાનિંગની મહેનતથી તે આ ટૂર્નામેન્ટ સુધી પહોંચ્યો છે. વિદેશમાં રહીને પણ ભારતીય રમતને મહત્ત્વ આપવા બદલ માધાપરના લોકોએ તેની પ્રશંસા કરી હતી. માધાપર સ્પોર્ટસ ક્લબ, લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા શિવ હીરાણીને શુભેચ્છા પાઠવાઈ હતી. સફળતા માટે પાટ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિવની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી છે, એમ  મંદિરના મેનાજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વિગતો શિવજી મોઢ `િશવ' દ્વારા અપાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd