ભુજ, તા. 5 : માધા52 રેલવે ગ્રાઉન્ડ ખાતે `સમાજરત્ન' સ્વ. નરેશભાઈ નારાણભાઈ મહેશ્વરી
સ્મૃતિકપ-2024 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. વૈદિક રૂપાણી ટીમ વિજેતા
થઈ હતી. સ્વ. નરેશભાઈએ સમાજસેવા અને રાજકીય
પ્રવૃત્તિઓની સ્મૃતિરૂપે એન. એન. ગ્રુપ માધાપર દ્વારા દર વર્ષે યોજાતી સ્પર્ધામાં
કચ્છભરની ટીમો ભાગ લીધો હતો. મુખ્ય આયોજકો દિલીપ મહેશ્વરી, દીપક મહેશ્વરી હતા. મુખ્ય
દાતા કિશોર પિંગોલ (પ્રમુખ કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ), સમગ્ર મેન ઓફ ધ મેચના દાતા
નીતેશ લાલણ (પ્રમુખ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ પૂર્વ કચ્છ) સાથે સહયોગી દાતા નરેશ મહેશ્વરી
(પ્રમુખ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ), સ્વ. હષિત દિનેશભાઈ ધુવા પરિવાર, રમેશ ગરવા,
દિનેશ જોડ, વિરમ મેરિયા, ધનજી મહેશ્વરી, નૈનેશ વિંઝોડા, ગોરધન વાઘેલા, હરેશભાઈ ફફલ,
સ્વ. જાગૃતિબેન જંજક, સ્વ. નીતિન ભદ્ર પરિવાર રહ્યા હતા. માધાપરના રેલવે ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ મેચમાં વૈદિક
રૂપાણી તથા વાગડ વોરિઅર્સ ટીમો ટકરાઈ હતી. ધર્મગુરુ રતનશી માતંગે ટોસ ઊછાળીને મેચનો
પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં દાતાઓ અગ્રણીઓ રમેશ મહેશ્વરી (પૂર્વ ધારાસભ્ય),
પારૂલબેન કારા (પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ), વિનોદ સોલંકી (અગ્રણી દાતા), કુલદીપદાન
ગઢવી, મનિષ બારોટ (જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ), અરજણભાઈ ભુડિયા (પૂર્વ સરપંચ નવાવાસ),
જયંત માધાપરિયા, ધીરજડાડા માતંગ (માંતગ મંડળના પ્રમુખ), દીપેશ જોડ, ભારમલ માતંગ, વિરમ
મેરિયા, લાખાજી સોઢા, પ્રકાશ બડગા, લખધીરાસિંહ જાડેજા, સુનિલ વોરા, કરસન આયડી ઉપિસ્થિત
રહ્યા હતા. ફાઈનલ મેન ઓફ ધ મેચ રમેશ અબચુંગ, મેન ઓફ ધ - અનિલ હિંગણા, બેસ્ટ બેટ્સમેન
અમૃત બુચિયા, બેસ્ટ બોલર ધવલ વાઘેલા રહ્યા હતા. વિજેતા-ઉપવિજેતા ટીમોના ફાઈનલ કપ પુરસ્કાર રોકડ પુરસ્કાર અપાયો હતો. ટેલેન્ટેડ
ખેલાડીઓને ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં કોમેન્ટેટરની સેવા શ્યામ મકવાણા
તથા પ્રવીણ માતાએ સંભાળી હતી. શંભુભાઈ રાજેશ જોષી, રમેશ ચાડ, વાલાભાઈ આહીર, સામત મહેશ્વરી,
ઈશાક સમા, રમેશ વોરા, જુણસ સમા, રમેશ ધુઆ, મુરૂભા જાડેજા, ગાવિંદભાઈ દનિચા, વાલુબેન
ધેડા, યોગેશભાઈ પોકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વાલજી મહેશ્વરીએ કર્યુ હતું
તેમજ વ્યવસ્થા આયોજક સમિતિ તથા પરિવારના ભૂપેન્દ્ર મહેશ્વરી, અમૃતલાલ મહેશ્વરી, વિનોદ
મહેશ્વરી, લક્ષ્મણ મહેશ્વરીએ સંભાળી હતી.