• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મહિલા પાંખના ઉપક્રમે તોરલ કપ -2 ખો-ખો સ્પર્ધા

અંજાર, તા. 5 : અહીંના તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજની મહિલા પાંખ દ્વારા તોરલ કપ-2 ખો-ખો પ્રતિયોગિતા યોજાઈ હતી. જેમાં અંજાર તાલુકાના 13 ગ્રુપ શાળામાંથી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. કે.કે.એમ.એમ. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે  અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી  મહારાજ, રામસખી મંદિરના મહંત કિર્તીદાસજી મહારાજ, કચ્છ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમાજના મહામંત્રી કેરણાભાઈ આહીર, જિલ્લા કેળવણી નિરીક્ષક  જિતેન્દ્રસિંહ પરમાર, રવજીભાઈ મહેશ્વરી સહિતના હસ્તે દિપપ્રાગટય કરાયુ હતું. આરંભમાં અંજાર તાલુકાના પૂર્વ પ્રમુખ સ્વ. જુવાનસિંહ?અગરસિંહ ચૌહાણ, પૂર્વ કાર્યાધ્યક્ષ દાનુભાઈ જાડેજા (નખત્રાણા) માટે બે મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રતિયોગીતામાં ફાઈનલ મેચ સિનુગ્રા ગ્રુપ શાળા અને તુણા ગ્રુપ શાળા વચ્ચે રમાઈ હતી. જેમાં તુણા શાળાની ટીમ વિજેતા બની હતી. આ ઉપરાંત  ભીમાસર અને ચાંદરાણી ગ્રુપ શાળા વચ્ચેની મેચમાં ભારે રોમાંચ સર્જાયો હતો. આ વેળાએ સ્વ. વસ્તાભાઈ પાંચાભાઈ ખાટરીયાના સ્મરણાર્થે તેમના પુત્ર શંકરભાઈ ખાટરીયા (આંબાપર) (મદદનીશ શિક્ષક ચંદ્રનગર, પ્રાથમિક શાળા) દ્વારા દિકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત તેમના દ્વારા  છાત્રાઓને શિક્ષણિક કિટ અપાઈ હતી. અંજાર તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ રમેશભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ અપાયા હતા.  પૂર્વ પ્રમુખ સ્વ. જુવાનસિંહ  ચૌહાણની સ્મૃતિમાં રમાયેલ  તોરલ કપ-2માં મહિલા પાંખના પ્રમુખ સુર્યાબેન પ્રજાપતિ, શોભનાબેન વ્યાસ, મીનાબેન કારતરીયા, કમળાબેન પટેલ સહિતનાનો સહકાર  સાંપડયો હતો. ઈનામ વિતરણ સમારંભમાં   જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના કલાર્ક ધૃતિબેન મહેતા, અંજાર તાલુકા મદદનીશ વિકાસ અધિકારી ભાવેશ ઝાલા, અંજાર શિક્ષણ સમાજના પ્રમુખ નિર્મલસિંહ જાડેજા, ભાવેનભાઈ બુધ્ધભટ્ટી સહિતના ઉપસ્થિત રહયા હતા. ટુર્નામેન્ટમાં નરસિંહ પ્રજાપતી, જીવાભાઈ કોળી, વિશાલ ગૌસ્વામી, ચેતનાબેન ડોડીયા, વર્ષાબેન લોચા, રજનીભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા વિગેરે સહકાર આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd