• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

મુંદરાની આગાખાન સ્કૂલમાં બે દિવસીય રમતોત્સવ યોજાયો

મુંદરા, તા. 5 : અહીંની આગાખાન સ્કૂલ ખાતે તાજેતરમાં  બે દિવસીય સ્પોર્ટસ ડેની ઉજવણી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક ભાવનાને પ્રતાબિંબિત કરતી પરેડ, વાઇબ્રન્ટ અને સંકલિત કવાયત અને રેસનું પ્રદર્શન કરાયું હતું. જેમાં મુખ્ય મુખ્ય મહેમાન પદે કચ્છ જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુર, અતિથીવિશેષ પદે કરાટે દો ફેડરેશન, ગાંધીધામના પ્રમુખ પીયૂષ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં યુવા રમતવીરોએ તાકાત, ધ્યાન અને નિશ્ચય દર્શાવ્યો અને આ ઇવેન્ટને ખેલદિલી અને ટીમવર્કથી જીવંત બનાવી હતી. કાર્યક્રમાં મહેમાનો ઉપરાંત સ્કૂલ કમિટીના સભ્યો તથા ઈસ્માઈલી જમાતના પ્રતિનિધિઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા બાળકોને મેડલ્સ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.  આચાર્ય શિવકુમાર નાયકર અને વાઇસ પ્રિન્સિપાલ શૈલેન્દ્ર જવરિયાએ બાળકોને બિરદાવ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd