• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ભચાઉ ખાતે યોજાઈ એક્તા કપ ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ

ભચાઉ, તા. 5 : અહીંના માનસરોવર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  તાજેતરમાં ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ એક્તા કપનું આયોજન કરાયું હતું, જેમાં ભચાઉ તયબા ઈલેવનની ટીમ ચેમ્પિયન બની હતી. માનસરોવર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 દિવસ સુધી ચાલેલી ટૂર્નામેન્ટમાં 54 ટીમે ભાગ લીધો હતો.  દરેક મેચ 10 ઓવરની જ્યારે ફાઈનલ મેચ 12 ઓવરની  રમાઈ હતી. દરરોજ ત્રણ મેચ રમાડવામાં આવતી હતી. મેચમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, રાધનપુર, ઉપલેટા, જામનગર, તાલાલા અને કચ્છના અન્ય તાલુકાઓમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  ફાઈનલ મેચમાં ટોસ જીતીને તયબા ઈલેવને 12 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 140 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં મહિપાલસિંહ ચાવટા-રાજકોટએ 12 દડામાં 26, જોગીરાજસિંહ રાણા (રાજકોટ)એ 18 દડામાં ત્રણ સિક્સર અને બે ચોગ્ગા સાથે 36 રન સાથે શાનદાર બેટિંગ કરી હતી. લક્ષ્યાંકથી 8 રન દૂર રહી 133 રન બનાવી શકી હતી. એમ્પાયર તરીકે અભય ઠક્કર, મુસ્તાક ચાવડા, અબ્દુલ સમાણી, અભામિયા બાપુ સૈયદ, ઈકબાલ શેખ વિગેરેએ સેવા આપી હતી. ટૂર્નામેન્ટના મુખ્ય આયોજક કાસમ ચૌહાણ,  અમીન વાઘેર, મામદશા શેખ વિગેરે સહયોગી બન્યા હતા.  કોમેન્ટેટર તરીકે  મહેબૂબ સમા, મામદશા શેખ,  ગજુભા ઝાલા,  સકીલ કુરેશી  રહ્યા હતા.  વિજેતા ટીમ તયબા ઈલેવનના કેપ્ટન હુશેન બલોચ દ્વારા દાતા સંયમભાઈ (શેઠ ટેલિકોમ ભચાઉ)એ આપેલો રૂા. 41 હજારનો વિનર ચેક સ્વીકારાયો હતો. જ્યારે ઉપવિજેતા નૂર ગ્રુપના કપ્તાન અબ્દુલ સમાણીએ દાતા હર્ષભાઈ સોની (ઉન્નતિ જ્વેલર્સ) દ્વારા આપવામાં આવેલો 21 હજારનો ચેક સ્વીકાર્યો હતો. ટ્રોફીના મુખ્ય  દાતા પાલુભાઈ ગઢવી (ભજનાનંદી ) રહ્યા હતા, જ્યારે મેન ઓફ ધ મેચના ટી-શર્ટના દાતા તરીકે અનવરભાઈ રાજા (અલીફ એન્ટરપ્રાઈઝ) રહ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ સૈફાઝ ચાકી (કોઠારા-અબડાસા) અને મેન ઓફ ધ મેચ મહિપાલસિંહ ચાવડા (રાજકોટ) બન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે સુન્ની મુસ્લિમ  જમાત પ્રમુખ હાજી આમદશા શેખ, ઉપપ્રમુખ અકબર બલોચ, સૈયદ શેર અલી બાપુ (પૂર્વ કારોબારી ચેરમેન  - ભચાઉ નગરપાલિકા),  અઝીમ શેખ (મહામંત્રી), આમદભાઈ રાયમા (મંત્રી),  પાલુભાઈ  ગઢવી (ભજનાનંદી),  આશિષ મારાજ,  અલીભાઈ હાકડા,  સૈયદ આઝાદ બાપુ, હનીફ ઘાંચી, ખેતશીભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ઈકબાલ રાજા,  મહેબૂબ રાઉમા,  અનવર હાડા, નાઝીર હુસેન અબડા,  સાજિદ બલોચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd