• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

કેસીએ-ભુજ અને રાજકોટ-એ વચ્ચેની અંડર-14 ટેસ્ટની ફાઈનલ રોમાંચક

ભુજ, તા. પ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજિત આંતર જીલ્લા અંડર-14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ-સી ખાતે શરૂ થયેલી ત્રણ દિવસીય ફાઈનલ મેચના પ્રથમ દિવસે રાજકોટ-એ ટીમે ટોસ જીતીને બાટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ-એની સમગ્ર ટીમ 83.2 ઓવરમાં 268 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. રાજકોટ તરફથી જવાબમાં કેસીએ ભુજ રમત બંધ રહી ત્યારે બે વિકેટ ગુમાવી 282 રન કર્યા હતા. જેમાં ખિલાન લોરિયાના 61 રન અને પૂરૂરાજાસિંહ ગોહિલના 51 રન મુખ્ય હતા. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી રાજકોટ-એ ટીમની મહત્વપૂર્ણ 6 વિકેટ કેસીએ-ભુજના શ્રેય બાપટ ને મળી હતી. હર્ષિલ ભુડિયા, બરાડીયા નયન અને મિહિર શાહને 1-1 વિકેટ મળી હતી. કેસીએ-ભુજના પ્રથમ દાવની શરૂઆત નબળી રહી હતી.દાવની શરૂઆત કરવા આવેલ આયુષ ખોજા માત્ર બે રન અને ત્યારબાદ બાટિંગમાં આવેલા વીર ગોર 9 રન બનાવીને આઉટ થયા હતા. દિવસના અંત સુધીમાં કેસીએ ભુજનો સ્કોર બે વિકેટના ભોગે 28 રન રહ્યો હતો.કિર્તન કોટક 4 અને પ્રિયાંશ શુક્લા 7 રન બનાવીને દાવમાં છે. કેસીએ-ભુજની ટીમ હજુ 240 રન પાછળ છે. આવતીકાલે 77 ઓવર રમવાની બાકી છે અને તેની 8 વિકેટ બાકી છે ત્યારે મેચ રોમાંચક થવાની શક્યતા છે. દરમ્યાન ફાઈનલમાં બાલિંગમાં સુંદર દેખાવ કરી 6 વિકેટ લેનારા શ્રેય બાપટને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બહાદુરાસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા અને સહમંત્રી પ્રવીણભાઈ હીરાણી તેમજ સિલેક્ટરો અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, મહિપતાસિંહ રાઠોડ, નવલાસિંહ જાડેજા, મહેશ પંડ્યાએ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ સાથે મેનેજર તરીકે અમિત રાઠોડ અને કોચ યુવરાજાસિંહ જાડેજા જોડાયેલા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd