• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

સિડનીમાં કારમી હાર, ફાઈનલનું સપનું ય રોળાયું

સિડની, તા.પ : નિસ્તેજ દેખવા સાથે પાંચમી અને અંતિમ ટેસ્ટની કારમી હાર સાથે ટીમ ઇન્ડિયાએ એક દશક બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી છે. સાથે જ ડબલ્યુટીસી ફાઈનલનું સપનું પણ રોળાયું હતું. સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 6 વિકેટે ભવ્ય વિજય થયો હતો અને પાંચ મેચની શ્રેણી 3-1થી કબજે કરી હતી. આ જીતથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેની ટક્કર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 11થી 1પ જૂન દરમિયાન ઐતિહાસિક લોર્ડસનાં મેદાન પર થશે. ટોચના ખેલાડીઓના ખરાબ ફોર્મ અને બદલાવના દોરમાંથી પસાર થઈ રહેલ ભારતીય ટીમે સ્વદેશ પરત ફર્યા બાદ ઘણું આત્મમંથન કરવું પડશે. નિયમિત કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીના સુપરસ્ટાર કલ્ચરમાંથી ટીમ ઇન્ડિયાએ બહાર આવવું પડશે. એવો અભિપ્રાય દર્શવાઈ રહ્યો છે. સિડની ટેસ્ટમાં કુલ 10 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર સ્કોટ બોલેંડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો જ્યારે પીઠની પીડાને લીધે સિડની ટેસ્ટના બીજા દાવમાં બોલિંગ ન કરી શકનાર જસપ્રિત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેનાં નામે 32 વિકેટ રહી હતી. મેચના આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનો સરળ વિજય લક્ષ્યાંક મળ્યો હતો.  જે તેણે ફક્ત 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 34 અને બો વેબસ્ટર 39 રનની ઝડપી ઇનિંગ્સ રમી નોટઆઉટ રહ્યા હતા. ઉસ્માન ખ્વાઝા 4પ દડામાં 41 રને આઉટ થયો હતો. સેમ કોન્ટસે 22 રન કર્યા હતા. લાબુશેન 6 અને સ્મિથે 4 રને વિકેટ ગુમાવી હતી. કપ્તાન બુમરાહની ગેરહાજરીમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ દમદાર બોલિંગ કરી 3 વિકેટ લીધી હતી. સિરાઝને 1 વિકેટ મળી હતી. આ પહેલા આજે સવારે ભારતનો બીજો દાવ 39.પ ઓવરમાં 1પ7 રને સમાપ્ત થયો હતો. ભારત પાસે 4 રનની સરસાઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. જાડેજા 13, સુંદર 12, સિરાજ 1 અને બુમરાહ ઝીરોમાં આઉટ થયા હતા. સ્કોટ બોલેંડે કાતિલ બોલિંગ કરીને 4પ રનમાં 6 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં તેનાં નામે 4 વિકેટ હતી. આથી મેચમાં બોલેંડે 10 વિકેટ હોલ બનાવ્યો હતો. કપ્તાન કમિન્સને 3 વિકેટ મળી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd