હોબાર્ટ તા.18:
ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમાં પાકિસ્તાનનો બાબર
આઝમ હવે વિરાટ કોહલીથી આગળ થયો છે અને બીજા નંબર પર આવી ગયો છે. બાબરે આજે ઓસ્ટ્રેલિયા
સામેના ત્રીજા ટી-20 મેચમાં 28 દડામાં 41 રનની ઇનિંગ રમી હતી. આથી ટી-20 ઇન્ટરનેશનલમાં
બાબરના કુલ 4192 રન થયા છે. વિરાટ કોહલીના ખાતામાં 4188 રન છે. તે હવે આ સૂચિમાં ત્રીજા
ક્રમે આવી ગયો છે. રોહિત શર્મા 4231 રન સાથે ટોચ પર છે. રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનેશનલમાંથી
સંન્યાસ લઇ ચૂકયા છે. આથી આગામી સમયમાં બાબર આઝમ પાસે આ રેકોર્ડની તક બની રહેશે.