• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

ભુજમાં નાગર જ્ઞાતિના ખેલ મહોત્સવમાં 125થી વધુ જ્ઞાતિજનો જોડાયા

ભુજ, તા. 29 : વડનગરા નાગર મંડળ, ભુજ દ્વારા દીપોત્સવી ખેલ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં શરદબાગ ખાતે બોક્સ ક્રિકેટ તો  હાટકેશ કોમ્પ્લેક્ષ ખાતે ઇન્ડોર ગેમ્સમાં ચેસ, કેરમ, ટેબલ ટેનિસ તેમજ મેમરી ગેમ ઉપરાંત આઉટડોર ગેમ્સમાં લીંબુ-ચમચી, કોથળા દોડ તેમજ ઊંધી દોડ જેવી રમતો યોજાઈ હતી. બોક્સ ક્રિકેટમાં વિમેન્સ લીગમાં ચાર તેમજ મેન્સ લીગમાં 10 ટીમે ભાગ લીધો હતો, જે પૈકી વિમેન્સ લીગમાં `સ્ટાર સ્ટ્રાઇકર્સ' અને મેન્સ લીગમાં `ભુજ એવેંજર્સ' ચેમ્પિયન તો વિમેન્સ લીગમાં `નાગર ગર્લ્સ' અને મેન્સ લીગમાં `બોક્સ બાજીગર' રનર્સ-અપ રહ્યા હતા. 125 જેટલા જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. ખેલ મહોત્સવમાં મહેશભાઇ લક્ષ્મીલાલ પટ્ટણી પરિવાર, જિગરભાઇ પટ્ટણી (થંડરગેમ્સ સ્ટુડિયો) તેમજ પંક્તિબેન ભરતભાઇ પલેજા (ભારતીય જન ઔષધી કેન્દ્ર), પ્રત્યંચ કીર્તિ કિશોર અંજારિયા પરિવાર અને કમલેશભાઇ અંજારિયા જેવા દાતાઓનો આર્થિક સહયોગ સાંપડયો હતો. આયોજન પ્રમુખ રુચિર બી. વૈષ્ણવની અધ્યક્ષતામાં મંડળના મંત્રી નીલ યુ. હાથી, ખજાનચી પ્રત્યુષ ડી. અંજારિયા, પ્રોજેક્ટ ચેરમેન હર્ષ એસ. વોરા અને વેદાંત ટી. પટ્ટણી તેમજ સમગ્ર કારોબારી સભ્યો પ્રતીક કે. ધોળકિયા, અંકિત એ. વૈદ્ય, રાકેશ કે. વૈદ્ય, અંકિત જે. અંજારિયા અને જિજ્ઞેય બી. અંતાણી દ્વારા હાથ ધરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang