• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભુજની અંગ્રેજી માધ્યમની શાળામાં વિજેતા બાળકો પ્રોત્સાહિત કરાયા

ભુજ, તા. 7 : ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની અંગ્રેજી માધ્યમ શાળામાં જૂડો, કુસ્તી અને બોક્સિંગ જેવી રમતોમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ, ટ્રોફી તથા ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાકીય ક્રિકેટ?સ્પર્ધામાં વિજેતાઓને પણ સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓએ તિલાવત-એ-કુરાનની આયાત તરજુમા સાથે કરી હતી. શાળાના શિક્ષક મૌલાના રિઝવાન સાહેબે મન્કવતની રજૂઆત કરી હતી. શાળાના આચાર્ય નૂરદ્દીન પંજવાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સંસ્થાના સેક્રેટરી જુમાભાઇ નોડેએ સમાજના બાળકો વિવિધ ક્ષેત્રે આગળ વધી સારા પ્રયત્નો કરે તે માટે વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી ઇસ્માઇલ સોનેજીએ વિદ્યાર્થીઓને મુબારકી પાઠવી હતી. સાથે શિસ્ત પાલનની ભલામણ કરી હતી. મ્યુઝે ગુજરાતી માધ્યમ હાઇસ્કૂલના આચાર્ય ટાંક જુસબ ખાન સાહેબે વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા મેળવી અન્ય વિદ્યાર્થીઓ આગળ વધે તેવું પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તૌફીક સમાએ કર્યું હતું. સંસ્થાના ચેરમેન અલીમામદ જત અને વાઇસ ચેરમેન અમીરઅલીભાઇ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang