• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન

કોટડા (જ.), તા. 15 : કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે સમાજના એલકેજીથી તબીબ સુધીના 163 તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ વડીલોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શાળાપયોગી વસ્તુઓ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. જેમાં વિશેષ સન્માનમાં ગામના પાંચ યુવાનોને મળેલ એમબીબીએસની ડિગ્રી નિમિત્તે ડો. તીર્થ લીંબાણી, ડો. આયુષ ડોસાણી, ડો. કિશન નાયાણી, ડો. દીપ નાયાણી, ડો. ફેનિલ છાભૈયાને સન્માનિત કરાયા હતા. કેળવણી સમિતિના પ્રમુખ ડો. શાંતિલાલભાઈ સેંઘાણીએ આ સમય શિક્ષણનો છે એટલે વાલીઓને બાળકોને શિક્ષિત બનાવવા અપીલ કરતાં કહ્યું હતું કે, શિક્ષિત યુવાનથી શિક્ષિત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે. સમાજના અગ્રણીઓ ધનજી મનજી છાભૈયા, યુવક મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ડોસાણી, મંત્રી મનીષ ભગત, શિક્ષણ સમિતિના મહેશભાઈ રામાણી, કીર્તિભાઈ નાકરાણી, રાજેશભાઈ દિવાણી, મહિલા મંડળના પ્રમુખ શાંતાબેન નાયાણી, મુક્તાબેન છાભૈયા, અનુરાધાબેન સેંઘાણી, ઉર્મિલાબેન ખેતાણી વગેરે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના સભ્યો તેમજ ટેકનિકલ સમિતિના જય રામાણી, કરણ મેઘાણી, રવિલાલ ભગત, ધીરેન નાયાણી, હર્ષલ ભગતે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang