• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

આદિપુરમાં 1.63 લાખના અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 15 : આદિપુરમાં જનતા કોલોનીમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,63,460ના શરાબ સાથે શખ્સને પકડી પાડયો હતો. બાદમાં માલ આપનારા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આદિપુરની જનતા કોલોની વોર્ડ 2-બી વિસ્તારમાં રહેનાર પૃથ્વી ઉર્ફે લાલો ભરત ઠક્કર નામના શખ્સે બહારથી દારૂ મગાવી શૈલેશ લાવડિયાનાં મકાનમાં સંગ્રહ કરી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે સવારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. શૈલેષ રમેશ લાવડિયાના એસ.આઇ.એક્સ-110 મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. આ મકાનમાં ઉપરના માળેથી દારૂ મળી આવ્યો હતો. અહીંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 24, જોની વોકરની 12, 8 પીએમની 24, બ્લેન્ડર્સ પ્રાઇડની 59, બેલેન્ટાઇન્સની 12 એમ 750 એમએલની 173 બોટલ કિંમત રૂા. 1,63,400નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સ શૈલેષ લાવડિયાને પકડી પાડી તેની પૂછપરછ કરાતાં પૃથ્વી ઉર્ફે લાલો ભરત ઠક્કરે બહારથી માલ મગાવી તેના ઘરમાં સંગ્રહ માટે રાખી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન હાથમાં ન આવેલા પૃથ્વીને બાદમાં પોલીસે ઝડપી પાડયો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ આ દારૂ રાજસ્થાનમાંથી કોણે મોકલાવ્યો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang