• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

માંડવીમાં છ કોટિ જૈન સંઘમાં તપસ્વીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

માંડવી, તા. 15: અહીંના છ કોટિ જૈન સંઘમાં મહાસતીજી ચંદ્રાવતીબાઈ સ્વામીનું શતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે અને તેમના જ શિષ્યાઓ કુમુદપ્રભાબાઈ મહાસતીજી, હંસાબાઈ મહાસતીજી, પ્રતિભાબાઈ મહાસતીજી આદિ ઠાણા - 7 નિશ્રામાં રજોહરણ તપના તપસ્વીઓનું સન્માન સહ સામુહિક સાંગીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ આપતા ચાંદ શોભે છે ચાંદનીથી, ધરતી શોભે છે હરિયાળીથી, નદી શેભે છે નિર્મળ નીરથી અને જીવન શોભે છે સંયમને તપથી, રજોહરણ તપના તપસ્વીઓને સન્માનતા પહેલાં શીઘ્ર રજોહરણ લેવા થનગની રહેલા દીક્ષાર્થી ભાવિકભાઈને બિરદાવ્યા હતા. સંઘ પ્રમુખ પુનીતભાઈ ભાછા, ટ્રસ્ટી મંડળ સાથે સંઘે દિક્ષાર્થીને બિરદાવી બહુમાન કર્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ઉપસ્થિત રહી તપસ્વીઓને શુભેચ્છા આપી હતી.આરાધકો વતી નીપા શાહે મહાસતીજીના આશીર્વાદ તથા પારણાની ભક્તિને બિરદાવતાં ટ્રસ્ટી મંડળની સેવાની સરાહના કરી હતી. લાભાર્થી માતુશ્રી જ્યોત્સનાબેન છબીલદાસ હકાણી પરિવાર તથા પારણાનો લાભ લેનાર સહયોગી દાતા કમળાબેન શશીકાંતભાઈ મોરબીયા હસ્તે મનિષભાઈ તથા ડો. રૂપાલીબેનને બિરદાવતાં મહાસતીજીએ જણાવ્યું કે જિનશાસન, ગજબ છે અનુશાસન એવા શાસનમાં આસન જમાવનાર શ્રાવક - શ્રાવિકારૂપ સંઘને 25મા તીર્થકર સમ મહાન ગણાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang