• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા કાર્યક્રમ યોજાયો

દયાપર તા. 15 : અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ મહિલા પાંખ, ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા ભુજ લોહાણા મહાજન સંચાલિત છછ ફળિયા લોહાણા મહાજનવાડી ખાતે પ્રિ-નવરાત્રી રાસ મહોત્સવની ઉજવણી વેળાએ રઘુવંશી ભાઈઓ-બહેનો માટે રાસ-ગરબા હરીફાઈનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલ, કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશભાઈ પલણ, તુષારભાઈ આઇયા, શહેર પ્રમુખ હરેશભાઈ તન્ના, વિરેનભાઈ ઠકકર, યુવા સમિતિના પ્રમુખ નીલભાઈ સચદે, ભાનુબેન આથા, બિંદીયાબેન ઠક્કર, કલ્પનાબેન ઠક્કર, કલ્પનાબેન ચોથાણી, દક્ષાબેન ચંદે, પ્રમુખ અવનીબેન ઠક્કર, જ્યોતિબેન પવાણી, શિલ્પાબેન કોટક, સંગઠન મંત્રી પૂજાબેન ઘેલાણી, દક્ષાબેન બારુ, રીનાબેન પલણ, હેતલબેન ઠક્કર, જાગૃતિબેન પલણ વગેરે મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેએ કહ્યું હતું કે સમાજના ભાઈઓ-બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે નવરાત્રી માણી શકે તે માટે નવરાત્રી મહોત્સવના આયોજનને ધ્યાને લઈ આવતીકાલે ભુજ લોહાણા મહાજને બેઠકનું આયોજન કર્યું છે. અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદેએ શુભેચ્છા સાથે સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગની ખાતરી આપી હતી. કાશ્મીરાબેન રૂપારેલે ગરબામાં 27 છિદ્રનું તાત્પર્ય સમજાવ્યું હતું. મહોત્સવમાં વિજેતાઓને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ વતીથી પુરસ્કાર આપી અને સન્માનિત કરાયા હતા. જ્યારે નિર્ણાયક તરીકે કેયુરીબેન ભટ્ટ તેમજ દેવભાઈ ગોર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રમુખ વિદ્યાબેન ગણાત્રાના નેજા હેઠળ સફળ આયોજન કરાયું હતું. રાસ મહોત્સવને સફળ બનાવવા શાંતાબેન ઠક્કર, દીપાબેન ઠક્કર, મનિષાબેન કેસરિયા, વર્ષાબેન ઠક્કર, જિજ્ઞાબેન પવાણી, કાજલબેન ઠક્કર, મમતાબેન ઠક્કર,  નયનાબેન આથા, નેહાબેન પુજારા, જ્યોતિબેન ઠક્કર, વૈશાલીબેન પવાણી, ભારતીબેન પલણ વગેરે બહેનોએ વ્યવસ્થા કરી હતી. મહામંત્રી નીતાબેન પલણે સ્વાગત કર્યું હતું. મહામંત્રી કાજલબેન ઠક્કરે આભારવિધિ કરી હતી. સંચાલન શારદાબેન ઠક્કરે કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang