• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ઇંગ્લેન્ડમાં બાળ કાઉન્ટી ક્રિકેટમાં કચ્છી સહોદરનો ફરી ડંકો

ભુજ, તા. 15 : મૂળ ભુજના અને છેલ્લા અઢી દાયકાથી લંડનમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારનો ઇંગ્લેન્ડની ક્રિકેટ જગતમાં વારસો યથાવત્ રહ્યો હોય તેમ ક્રિશ અને આર્યન મુકેશ ભટ્ટે બાળ કાઉન્ટીની  સ્પર્ધામાં બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ ક્ષેત્રે તેનું ફરી સારું પ્રદર્શન કર્યું છે.ક્રિશ ભટ્ટે ચાલુ સિઝનમાં નોર્થમારટન ક્રિકેટ ક્લબ વતીથી રમીને આખી સિઝન દરમ્યાન અલગ-અલગ મેચોના ફોર્મેટમાં કુલ 1070 રન બનાવ્યા હતા તથા એનસીએલ ટી-ટ્વેન્ટીમાં પણ ર0થી વધુ વિકેટ ઝડપી અને ટીમને વિજેતા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.બીજીતરફ ક્રિશના લઘુબંધુ આર્યનની ટીમ શ્રોબેરી ફેસ્ટિવલ ર0ર4માં અન્ડર-11 કાઉન્ટી સ્પર્ધામાં ચેમ્પિયન થઇ છે અને ચાર મેચમાં આર્યને 87 રન કરી સાત વિકેટ ઝડપી હતી.  નોંધનીય છે કે, ક્રિશ-આર્યનના પિતા મુકેશ રસિકલાલ ભટ્ટ ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં મજબૂત પ્રદર્શન કરીને એશિયન ખેલાડી તરીકેના અનેકવિધ ખિતાબો મેળવી ચૂક્યા છે, તો ક્રિશ-આર્યનના દાદા રસિકભાઈ ભટ્ટ પણ એક અચ્છા ક્રિકેટર-રમતવીર તરીકેની નામના ધરાવી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang