• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભોજાયમાં સ્ત્રીરોગ શિબિરમાં 30 દર્દીની તપાસ

ભુજ, તા. 15 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી પ્રતિ મહિને યોજાતી ત્રીરોગ શિબિર યોજવામાં આવી હતી. કસ્તૂરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં 30 દર્દીને તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 15 મહિલા દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. ડો. દર્શક મહેતા, ડો. મંડાર રાનડે, ડો. શિલ્પી સિંઘ, ડો. નયના ડોડિયાએ ઓપરેશનો કર્યાં હતાં. ડો. નરેશ કેનિયા અને ડો. જયેશ રાઠોડે એનેસ્થેસિયા આપ્યા હતા. ત્રણ દર્દીનું હિમોગ્લોબિન ઓછું હોવાથી એમને સાત બોટલ લોહી આપવામાં આવ્યું હતું. જીવનજ્યોત બ્લડ બેંકે લોહીની આપૂર્તિ કરી હતી. ભોજાય હોસ્પિટલની ત્રણે પાંખના સ્ટાફે શિબિરમાં યોગદાન આપ્યું હતું. બારોઇનાં વીણાબેન કાંતિલાલ કેનિયા પરિવાર તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang