• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સરકારે વસતી ગણતરીની તૈયારી આદરી

નવી દિલ્હી, તા. 15 : 1981થી શરૂ થયેલી અને 2020માં કોવિડના કારણે અટકેલી દશકીય વસતી ગણતરી બાદ સરકારે ફરી વસતી ગણતરી અંગેની તૈયારીઓ આદરી છે અને હવે માત્ર જાતિની કોલમ ઉમેરવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગત વર્ષે ઘડાયેલો મહિલા અનામત કાયદો પણ આ ગણતરી સાથે સંકળાયેલો છે. આ મુદ્દે વિપક્ષો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે. જો કે, હાલમાં સરકાર 2011 મુજબ સબસિડી આપી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, સરકાર હાલમાં વસતી ગણતરીના ઘરની સૂચિનો તબક્કો અને રાષ્ટ્રીય વસતી રજિસ્ટર (એનપીઆર)ને સુધારવાની કવાયત કોવિડના કારણે મુલતવી રાખી હતી. હાલમાં તે માટે અંદાજિત 12 હજાર કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના દર્શાવાઈ હતી. આ કવાયતમાં નાગરિકોને સ્વગણતરી કરવાની તક આપવા પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, હજુ જાતિની કોલમ સમાવેશ કરવો કે નહીં તે અંગે નિર્ણય બાકી હોવાનું પણ નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું. આ માટે સેન્સસ ઓથોરિટીએ એક સ્વગણતરી પોર્ટલ બનાવ્યું છે, જે હજુ શરૂ કરવાનું બાકી છે. એનપીઆર એ નાગરરિકો માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેઓ સરકારી ગણતરીકારો દ્વારા નહીં પણ સ્વ ગણતરીના ફોર્મ ભરવાના અધિકારનો ઉપયોગ કરવા માગે છે, જેમાં આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાતપણે મેળવાશે. તે ઉપરાંત વિવિધ 31 જેટલા પ્રશ્નો પણ તૈયાર કરાયા હતા. તે મુજબ, પરિવાર પાસે ટેલિફોન, ઈન્ટરનેટ કનેક્શન, મોબાઈલ કે સ્માર્ટફોન, સાઈકલથી માંડી મોટા વાહનો છે કે કેમ તેની વિગતો પણ સામેલ કરાઈ છે. મહિલા અનામતનો કાયદો અમલમાં આવ્યા પછી નોંધાયેલી પ્રથમ વસતી ગણતરીના સંબંધિત આંકડાઓના આધારે સીમાંકન હાથ ધરાશે. તે પછી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખતો કાયદો અમલમાં મુકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang