• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નખત્રાણાનાં ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

ભુજ, તા. 15 : નખત્રાણાની મેઇન બજારનાં એક ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર આજે પોલીસ ત્રાટકી હતી. આ અંગે નખત્રાણા પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ નખત્રાણાની મેઇન બજારમાં અશ્વિનભાઇ ઉર્ફે બટુકભાઇ વિસનજી સોનીનાં ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર આજે સાંજે નખત્રાણા પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા અશ્વિનભાઇ ઉપરાંત જિજ્ઞેશ દિનેશભાઇ ઠક્કર, હિરેન પ્રાણશંકર ભટ્ટ, નીલેશ પ્રેમજીભાઇ ઠક્કર અને જખુભાઇ હાથીભાઇ શેઠને રોકડા રૂા. 5800 અને પ્લાસ્ટિકના કોઇન તથા ગંજીપાનાના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. - રાપરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે નાસી છૂટયા : ગાંધીધામ, તા. 15 : રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ વાણિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે બે શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. રાપરમાં વાણિયા સોસાયટીમાં રહેનાર દયારામ વાઘજી સુથાર નામનો શખ્સ પોતાના ઘરની આગળ જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા પંકજગિરિ ઉમેદગિરિ ગોસ્વામી, દયારામ વાઘજી સુથાર, પ્રકાશ ડાયાલાલ ગાદલિયા નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે  નાગજી મારવાડી અને મનસુખ સુથાર નામના શખ્સો નાસી જવામાં  સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 15,570 તથા ગંજીપાના હસ્તગત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang