• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

શમી વાપસી માટે ઉત્સુક પણ ઉતાવળ કરશે નહીં

કોલકતા, તા. 15 : ટીમ ઇન્ડિયાનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઇજા બાદ વાપસી માટે ઉતાવળ ઇચ્છતો નથી. વાપસી પહેલા તે સુનિશ્ચિત કરવા માગે છે કે તે પૂરી રીતે ફિટ છે કે નહીં, કારણ કે તે હવે મેદાન બહાર વધુ વનવાસ ઇચ્છતો નથી. 34 વર્ષીય શમી તેની આખરી મેચ 2023માં વન-ડે વિશ્વ કપમાં રમ્યો હતો. એ પછીથી તે પગની પેનીની ઇજા અને સર્જરીને લીધે મેદાન બહાર છે. બંગાળ ક્રિકેટ એસો.ના વાર્ષિક પુરસ્કરાર સમારોહમાં શમીએ જણાવ્યું કે હું વાપસી માટે જરૂર ઉત્સુક છું, કારણ કે હું ઘણા સમયથી ટીમ બહાર છું પરંતુ એ પહેલા હું સુનિશ્ચિત કરવા માગીશ કે હું પૂરો ફિટ છું. વાપસી બાદ હું ફરી બહાર થવા નથી માગતો. મારે ફિટનેસ પર કામ કરવું પડશે. જેથી કોઈ અસુવિધા ઊભી ન થાય. હું જેટલી મજબૂતીથી વાપસી કરીશ એટલું મારા માટે સારું રહેશે. હું આથી ઉતાવળ કરવા નથી માગતો. ફરીથી ઇજાગ્રસ્ત થવાનું જોખમ લેવા નથી માગતો. જ્યાં સુધી 100 ટકા ફિટ નહીં થઈ જાઉં ત્યાં સુધી કોઈ જોખમ લઈશ નહીં, તેમ શમીએ કહ્યંy હતું. રિપોર્ટ અનુસાર શમી બંગાળ તરફથી રમીને રણજી ટ્રોફીમાં પુનરાગમન કરી શકે છે. આ પછી તે ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો હિસ્સો બની શકે છે. બંગાળના 11 અને 18 ઓક્ટોબરે બે રણજી ટ્રોફી મેચ છે. જેમાંથી એક મેચમાં શમી ઉતરી શકે છે. આગામી ઓસ્ટ્રેલિયા સામેની પ મેચની ટેસ્ટ શ્રેણી વિશે શમીએ કહ્યંy આ સિરીઝમાં ફેવરિટ ટીમ ઇન્ડિયા છે. આથી ચિંતા ઓસ્ટ્રેલિયાએ કરવાની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang