• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

જિલ્લાકક્ષાની અન્ડર-14 વોલીબોલ ટૂર્ના.માં નખત્રાણા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિજેતા

નખત્રાણા, તા. 15 : કચ્છ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત એસ.જી.એફ.આઇ. અન્ડર-14 જિલ્લાકક્ષાની વોલીબોલ ટૂર્નામેન્ટમાં નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ સ્કૂલની ટીમ ચેમ્પિયન બની હતી. ટીમના ખેલાડીઓ મનન લિંબાણી, હિંશીરાજસિંહ રાણા, વિવાન પારસિયા, અંશ મેપાણી, જીત ચૌહાણ, ભવ્ય પટેલ, પવન ભગત, જિનિય જોશીએ ટીમને વિજય અપાવ્યો હતો. એથ્લેટીક્સમાં વિજય ચૌહાણ, ઊંચીકૂદમાં પ્રથમ વિજેતા પદે રહી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. શાળાના વ્યાયામ શિક્ષક પ્રતાપ ચૌધરી તથા આશિષ દેસાઇએ માર્ગદર્શન આપ્યું હતું. નખત્રાણાની અન્ડર-19 ભાઇઓ વોલીબોલની ટીમ પણ જિલ્લાકક્ષાએ રનર્સ-અપ બની હતી. પ્રિન્સિપાલ સિસ્ટર સ્મિતા ધામેચા, વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર અનીજા જેકોબ તથા શિક્ષકગણ દ્વારા રમતવીર વિદ્યાર્થીઓને બિરદાવાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang