• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

યુએસ ઓપનની ફાઇનલમાં સિનર-ફિટજ વચ્ચે આજે ટક્કર

ન્યૂયોર્ક, તા.7 : વર્ષની છેલ્લી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇટાલીના વિશ્વના પ્રથમ ક્રમાંકિત યાનિક સિનરની ટક્કર અમેરિકી ખેલાડી ટેલર ફિટજ સામે થશે. ખિતાબી મુકાબલો ભારતીય સમય અનુસાર આવતીકાલે રવિવારે રાત્રે રમાશે. ફિટજ 18 વર્ષ બાદ યુએસ ઓપન ફાઇનલમાં પહોંચનારો પહેલો અમેરિકી ખેલાડી બન્યો છે. આ પહેલાં 2006માં એન્ડી રોડિકે આ પરાક્રમ કર્યું હતું. યુએસ ઓપનનાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં બેલારૂસની આર્યના સબાલેંકા સામે અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા વચ્ચે થવાની હતી. મેન્સ સિંગલ્સની પ્રથમ સેમિ ફાઇનલમાં ટેલર ફિટજે હમવતન ખેલાડી ફ્રાંસિસો ટિયાફોને પાંચ સેટની રસાકસી બાદ 4-6, 7-પ, 4-6, 6-4 અને 6-1થી હાર આપી હતી જ્યારે બીજી સેમિમાં સિનરનો જેન ડ્રેપર સામે ત્રણ સીધા સેટમાં 7-પ, 7-6 અને 6-2થી વિજય થયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang