• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પેરાલિમ્પિકમાં છ ગોલ્ડ સાથે ભારતનો શ્રેષ્ઠ દેખાવ

પેરિસ તા.6 : પેરાલિમ્પિક ઇતિહાસમાં ભારતને તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને 6 ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે આ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં પ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આજે પેરિસ પેરાલિમ્પિકના 9મા દિવસે ઉંચી કૂદમાં પ્રવીણકુમારે ભારતને વધુ એક સુવર્ણ ચંદ્રકની ભેટ ધરી હતી. ચંદ્રક સૂચિમાં ભારત હાલ 6 ગોલ્ડ, 9 સિલ્વર, 11 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે 14મા ક્રમે છે. એથ્લેટિકસમાં ભારતનો આ 14મો મેડલ છે. પ્રવીણકુમારે ઉંચી કૂદના ટી-64 સ્પર્ધામાં 2.08 મીટરનો ઉંચો કૂદકો લગાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. 21 વર્ષીય પ્રવીણ કુમારના જન્મ સમયે પગની લંબાઇ ટૂંકી હતી. આ સ્પર્ધામાં એવા ખેલાડી હિસ્સો બને છે જેમના એક પગના નીચેના ભાગમાં ઓછો મૂવમેન્ટ હોય છે. ઉંચી કૂદની આ સ્પર્ધામાં અમેરિકી ખેલાડી ડેરેક લોકિડેંટ 2.06 મીટરના જમ્પા સાથે સિલ્વર મેડલ અને ઉઝબેકિસ્તાનના ટેમુરબેક ગિયાજોવ 2.03 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ મેડલના હકદાર બન્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang