• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વિનેશ-બજરંગ કોંગ્રેસમાં સામેલ

ચંદીગઢ, તા. 6 : ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન શોષણના આરોપ સાથે આંદોલન છેડનાર પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે વિધિવત્ રીતે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના 30 દિવસ પહેલાં કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ વિનેશે કેસરિયા પક્ષ પર પ્રહાર કરતાં એવો આરોપ મૂક્યો હતો કે, સમસ્ત ભાજપ પક્ષ બ્રિજભૂષણનું સમર્થન કરી રહ્યો છે. ફોગાટે કહ્યું હતું કે, વિપક્ષ અમારી સાથે છે. સરકાર વિરુદ્ધ પહેલવાનોનાં આંદોલન અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, લડાઇ હજુ ખતમ નથી થઇ. ખરાબ સમયમાં જ ખબર પડે છે કે, પોતાનું કોણ છે. સડકથી સંસદ સુધી મહિલાઓને થતા અન્યાય સામે લડનાર કોંગ્રેસ સાથે જોડાવાનું ગૌરવ છે, તેવું તેણે કહ્યું હતું. વિનેશ જુલાના બેઠક પરથી ચૂંટણી લડશે તેવું નિશ્ચિત મનાય છે, તો બજરંગને પક્ષમાં મોટી જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું હતું કે, બંને કોંગ્રેસની રાજનીતિનો શિકાર થયા છે. અમે વિનેશને ઘણું સન્માન આપ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંને પહેલવાનો સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે, ચક દે ઇન્ડિયા, ચક દે હરિયાણા... આપ બંને પર પક્ષને ગર્વ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang