• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

900 ગોલ : રોનાલ્ડો દુનિયાનો પહેલો ખેલાડી

લિસ્બન, તા.6 : પોર્ટૂગલના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક વિક્રમ તેના નામે કર્યો છે. તે 900 ગોલ કરનારો દુનિયાનો પહેલો ફૂટબોલ ખેલાડી બન્યો છે, તેણે આ સિદ્ધિ નેશન્સ લીગની ગ્રુપ મેચમાં ક્રોએશિયા સામેની 2-1ની જીત દરમ્યાન હાંસલ કરી હતી. રોનાલ્ડોએ પોર્ટૂગલ તરફથી મેચમાં બીજો ગોલ કર્યો હતો. મેચ બાદ રોનાલ્ડોએ કહ્યંy કે, કારકિર્દીનો 900મો ગોલ સીમાચિહ્ન રૂપ છે. 39 વર્ષીય રોનાલ્ડોએ  ક્લબ ફૂટબોલમાં પણ જબરદસ્ત દેખાવ કર્યો છે, તેણે સ્પોર્ટિંગ લિસ્બન તરફથી પાંચ ગોલ, માંચેસ્ટર યૂનાઇટેડ તરફથી 14પ ગોલ, રિયલ મેડ્રિડ તરફથી 4પ0, જુવેંટસ તરફથી 101 અને અલ નાસર તરફથી 68 ગોલ કર્યા છે. પોર્ટૂગલ તરફથી રમતાં તેણે 131 ગોલ કર્યા છે. સૌથી વધુ ગોલ કરનારા પાંચ ખેલાડીની સૂચિમાં રોનાલ્ડો 900 ગોલ સાથે ટોચ પર છે. આ પછી લિયોનલ મેસ્સી (આર્જેન્ટિના-837), જોસેફ વિકન (ઝેક ગણરાજ્ય-80પ), કિંગ પેલે (બ્રાઝિલ-762), રોમારિયો (બ્રાઝિલ-7પપ)ના નંબર આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang