• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું `દંગલ'

પેરિસ, તા. 6 : આમિર ખાનની ફિલ્મ દંગલમાં છેલ્લી ઘડીએ ઊલટફેર થાય છે, તેમ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન વીનેશ ફોગાટે છેલ્લી 1પ સેકન્ડમાં બાજી પલટી મુકાબલો જીતીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં તેનો મુકાબલો યુક્રેનની ઓકસાના વાસ્યલિવના લિવાક સામે થતાં તેમાં પણ 7-પથી વિજય સાથે સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. મહિલા રેસલિંગના પ0 કિલો ભારવર્ગમાં વીનેશ ફોગાટનો મુકાબલો જાપાનની ટોચની કુસ્તીબાજ યુઈ સુસાકી સામે થયો હતો, જેમાં ટેકનિકલ પોઈન્ટના આધારે વીનેશને વિજેતા જાહેર કરાઈ હતી. છેલ્લી 1પ સેકન્ડમાં વીનેશે બાઝી પલટી 3-રથી આગળ થઈ હતી. જાપાનની પહેલવાને સ્કોરને પડકાર્યો હતો, પરંતુ ફેંસલો ભારતની તરફેણમાં આવ્યો હતો. જાપાનની ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોકયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ પહેલવાન સુસાકીને હરાવી વીનેશે મોટો ઊલટફેર કર્યા બાદ યુક્રેનની 8મા ક્રમાંકની પહેલવાનને પણ હરાવી હતી. ઓકસાના સામે ર-0ની સરસાઈ બાદ વીનેશે બીજા રાઉન્ડમાં 4-0ની સરસાઈ મેળવી હતી. ઓકસાનાએ વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ વીનેશે કોઈ તક આપી ન હતી. રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ દિલ્હીમાં મહિલા પહેલવાનોના આંદોલનનો ભાગ રહેલી વીનેશે અનેક પડકારો વચ્ચે ઓલિમ્પિક માટે કવોલિફાય કરી દમદાર પ્રદર્શન કર્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang