• મંગળવાર, 02 જુલાઈ, 2024

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી વધુ 603 રનનો વર્લ્ડ રેકોર્ડ

ચેન્નાઇ તા.29: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. . આફ્રિકા વિરૂધ્ધના એકમાત્ર ટેસ્ટના આજે બીજા દિવસે મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર 603 રન ભારતે બનાવ્યો છે. ભારતીય મહિલા ટીમે આજે તેનો પહેલો દાવ 6 વિકેટે 603 રને ડિકલેર કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના નામે હતો. તેણે વર્ષે પર્થમાં 9 વિકેટે 7 રન કર્યાં હતા. મહિલા ક્રિકેટમાં 600 રનના આંકડાને સ્પર્શ કરનારી પણ ભારતીય ટીમ પહેલી બની છે. . આફ્રિકા સામેના પહેલા ટેસ્ટના પહેલા દાવમાં ભારત તરફથી શેફાલી વર્માએ સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ કરીને 20 રન કર્યાં હતા અને સ્મૃતિ મંદાના સાથે મળીને પહેલી વિકેટમાં 292 રનની વિક્રમી ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 149 રનની ઇનિંગ રમી હતી. જેમિમા રોડ્રિગ્સ પપ, કપ્તાન હરમનપ્રિત 69 અને ઋચા ઘોષે 16 ચોકકાથી 86 રનની ઇનિંગ રમી હતી. તે આઉટ થવા સાથે ભારતીય મહિલા ટીમે તેનો પહેલો દાવ 11.1 ઓવરમાં 6 વિકેટે 603 રને ડિકલેર કર્યો હતો. આજે બીજા દિવસની રમતના અંતે . આફ્રિકા મહિલા ટીમના 4 વિકેટે 236 રન થયા હતા. આફ્રિકા ભારતના સ્કોરથી હજુ 367 રન પાછળ છે. મારિજાન કેપ 69 અને નડીન ડી કલાર્ક 27 રને નોટઆઉટ રહી હતી. કપ્તાન લોરા વુલફર્ટ 20, અન્નેકા બોશ 39, સુને લૂસ 6 રને આઉટ થઇ હતી. ડેલેમી ટકર ખાતું ખોલાવી શકી હતી. ભારત તરફથી સ્નેહ રાણાએ 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang