• મંગળવાર, 02 જુલાઈ, 2024

2011માં કર્સ્ટન, 2024માં દ્રવિડને ટીમ ઈન્ડિયાની વિશ્વકપ જીત સાથે વિદાય

નવી દિલ્હી, તા. 29 : . આફ્રિકા સામે ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચ રોમાંચક રીતે જીતવાની સાથે ટીમ ઈન્ડિયાના કોચને સાંકળતો એક સંયોગ રચાયો હતો. 2011માં ધોનીની કપ્તાની હેઠળ ભારતે વન-ડે વિશ્વકપ જીત્યો હતો, તે મેચ કોચ તરીકે ગેરી કર્સ્ટનની અંતિમ હતી અને વિશ્વકપ જીતી ટીમ ઈન્ડિયાએ કોચ કર્સ્ટનને વિદાય આપી હતી. હવે બરાબર 14 વર્ષે ભારતે ટી-20 વિશ્વકપ જીત્યો, તે કોચ તરીકે રાહુલ દ્રવિડની અંતિમ સ્પર્ધા હતી અને ટીમ ઈન્ડિયાએ ટી-20 વિશ્વવિજેતાની જીત સાથે રાહુલ દ્રવિડને વિદાય આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang