• મંગળવાર, 02 જુલાઈ, 2024

આ જીતની અમને સખત જરૂર હતી : રોહિત

બાર્બાડોઝ, તા. 29 : વર્લ્ડકપ ફાઈનલમાં યાદગાર જીત બાદ ભારતીય કપ્તાન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, એક ટીમ તરીકે અમે સખત મહેનત કરી છે અને ટીમ અને વિજય પર મને ગર્વ છે. અમે એક થઈને રમ્યા અને જીતની સખત જરૂર હતી. અમને ખબર હતી કે, વિરાટ કોહલી યોગ્ય સમયે ઝળકી ઊઠશે. પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ જસપ્રીત બુમરાહે કહ્યંy હતું કે, સામાન્ય રીતે હું એવી વ્યક્તિ છું જે મારી લાગણીઓને અંકુશમાં રાખવા અને કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ આજે મારી પાસે ઘણા શબ્દો નથી. અમે મુશ્કેલીમાં હતા, પરંતુ અમે તે તબક્કામાંથી જીતવા માટે ખરેખર આસમાન પર પહોંચી ગયા છીએ. હું હંમેશાં એક સમયે એક બોલ અને એક ઓવર વિશે વિચારું છું, બહુ આગળ વિચારતો નથી. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, મારો છેલ્લો ટી-20 વર્લ્ડકપ હતો, અમે હાંસલ કરવા માગતા હતા. ભારત માટે મારી છેલ્લી ટી-20 મેચ હતી. અમે તે કપ ઉપાડવા માગતા હતા. આવનારી પેઢી માટે ટી-20 રમતને આગળ લઈ જવાનો સમય છે અને અમે યુવા ખેલાડીઓને આઈપીએલમાં રમતા જોયા છે. મને વિશ્વાસ છે કે, તેઓ ધ્વજને ઊંચો રાખશે અને ટીમને હવે અહીંથી આગળ લઈ જશે. આઈસીસી ટૂર્નામેન્ટ જીતવા માટે લાંબી રાહ જોવાઈ રહી હતી. અમે ખુશ છીએ કે અમે કામ પૂર્ણ કર્યું. ટીમ ઈન્ડિયાના ખિતાબી વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઉપસુકાની હાર્દિક પંડયાએ કહ્યંy હતું કે, કેટલાક કપરા મહિનાઓ બાદ ચમકવાની તક મળવાનો વિશ્વાસ હતો. ફાઈનલ મેચમાં 20 રન આપી, ત્રણ વિકેટ ખેરવવા સાથે આખી સ્પર્ધામાં 11 વિકેટ અને 144 રન કરનારા હાર્દિકે જણાવ્યું હતું કે, ભારે લાગણીભીની ક્ષણ છે. આજે જે મળ્યું છે, તે આખો દેશ ઈચ્છતો હતો. ખાસ કરીને મારા માટે મહિના બાદ ક્ષણ ભારે મહત્ત્વની છે. મને વિશ્વાસ હતો કે, હું કંઈક કરી બતાવીશ, તેવું પંડયાએ કહ્યંy હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang