• મંગળવાર, 02 જુલાઈ, 2024

વિજયી વિશ્વકપ તિરંગા હમારા

બાર્બાડોઝ, તા. 29 : કરોડો ભારતીય ક્રિકેટચાહકોના ઈંતજારનો આખરે 13 વર્ષ બાદ અંત આવ્યો છે. લાજવાબ, જાંબાઝ ટીમ ઈન્ડિયા આજે અહીં ટી-20 વિશ્વકપના દિલધડક ફાઈનલ જંગમાં ચોકર્સ દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને વિશ્વવિજેતા બનતાં દેશભરમાં શનિવારની રાત્રે ક્રિકેટોત્સવ મનાવાયો હતો. એક સમયે 24 દડામાં માત્ર 26 રનની જરૂર હતી અને મેચ .આફ્રિકાની પકડમાં હતી, પણ હાર નહીં માનવાની આદત ધરાવતી રોહિતસેનાએ યાદગાર વાપસી કરી હતી અને તવારીખી વિજય હાંસિલ કર્યો હતો. અણીના સમયે ફોર્મમાં પરત આવેલા મેન ઓફ મેચ વિરાટ કોહલીના 9 દડામાં 76 રન, અક્ષર પટેલના 31 દડામાં ઝડપી 47 રન  અને શિવમ દુબેના ઝમકદાર 26 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 176 રન કર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધા બાદ મજબૂત લડત આપી હતી અને ખાસ તો હેન્રીક ક્લાસેને અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સહિતના બોલરોની ખૂબ ધોલાઈ કરીને 27 દડામાં 2 રન ઝૂડી કાઢતાં ભારતીય છાવણીમાં હતાશા પ્રસરી હતી, પણ હાર્દિક પંડયા (20 રનમાં ત્રણ વિકેટ)ની 17મી ઓવરમાં ભારતે પહેલાં ક્લાસેન અને પછી સૂર્યકુમારે ઝડપેલા અફલાતૂન કેચને લીધે ડેવિડ મિલરની વિકેટ ઝડપીને બાઝી પલટી નાખી હતી અને ભારતીય ટીમ વર્લ્ડચેમ્પિયન બની હતી. વિજય બાદ ભારતીય ક્રિકેટરાની આંખમાં હર્ષના તો આફ્રિકી ખેલાડીઓની આંખમાં દુ:ખના આંસુ હતા. ભારત 2007 બાદ પહેલી વાર ટી-20 વિશ્વકપ વિજેતા બન્યું છે. ટીમે 2011માં વન-ડેનો વર્લ્ડકપ જીત્યો હતો, તો 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ગયા વર્ષે વન-ડેના વર્લ્ડકપમાં ભારત મંત્રમુગ્ધ પ્રદર્શન કર્યા બાદ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, પણ આજે રોહિતસેનાએ ફાઈનલમાં ફસકી જવાને બદલે યાદગાર જીત મેળવી હતી. આખી ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનાર જસપ્રીત બુમરાહ મેન ઓફ સિરીઝ બન્યો હતો. બુમરાહે હેન્ડ્રીક્સ (4)ને સસ્તામાં સમેટયા બાદ અર્શદીપે કપ્તાન માર્કરમને ચાર રને આઉટ કરી દેતાં ભારતીય છાવણી ઝૂમી ઊઠી હતી, પણ ડિ'કોક અને સ્ટબ્સે સ્કોરને 70 રન સુધી પહોંચાડી દેતાં મેચ બરોબરી પર આવી ગઇ હતી. અક્ષરે સ્ટબ્સને 31 રને શિકાર બનાવ્યો હતો. 106ના સ્કોરે અર્શદીપે જામેલા ડી'કોક (31 દડામાં 39)ને આઉટ કરી દેતાં ભારત જોરમાં આવ્યું હતું, પણ કલાસેને જોરદાર ફટકાબાજી કરતાં મેચ આફ્રિકાની પકડમાં આવી હતી. 151ના સ્કોરે હાર્દિકે કલાસેનને આઉટ કરતાં મેચ ફરી જામી હતી. કલાસેને 27 દડામાં પાંચ સિક્સર સાથે બાવન રન કર્યા હતા. પછી મિલર (21) આઉટ થતાં ભારત હાવી થઇ ગયું હતું. છેલ્લી બે ઓવરમાં વીસ રન કરવાના હતા, પણ આફ્રિકા 12 રન કરી શક્યું હતું. અગાઉ વિરાટ કોહલીની જવાબદારીભરી અને મહત્ત્વપૂર્ણ 76 રનની ઇનિંગ્સ અને પિંચ હિટર અક્ષર પટેલના 47 રનની  મદદથી ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. વર્તમાન વિશ્વ કપમાં અત્યાર સુધી નિસ્તેજ દેખાવ કરનારા વિરાટ કોહલીએ અણીના સમયે 9 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી 76 રન કર્યા હતા. પાવર પ્લેની 6 ઓવરમાં ભારતના 3 વિકેટે 4 રન થયા હતા, જ્યારે 10 ઓવરમાં 3 વિકેટે 7 રન કર્યા અને આખરી 10 ઓવરમાં 101 રનનો ઉમેરો કર્યો હતો. ભારતે આખરી ઓવરમાં 8 રન કર્યા હતા. . આફ્રિકા તરફથી એનરિક નોર્ખિયાએ 26 રનમાં 2 વિકેટ અને કેશવ મહારાજે 23 રનમાં 2 વિકેટ લીધી હતી. શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રોહિત અને વિરાટની જોડીએ રફતારભરી શરૂઆત કરીને ફકત 10 દડામાં 23 રનની ભાગીદારી કરી હતી. તબક્કે ફાઇનલમાં નાટકીય વળાંક આવ્યો હતો અને આફ્રિકાએ વાપસી કરીને ભારતની ઉપરાઉપરી ત્રણ વિકેટ ખેરવી હતી. પહેલાં ભારતીય કપ્તાન શર્મા દડામાં 2 ચોગ્ગાથી 9 રને કેશવ મહારાજના દડામાં આફ્રિકી કપ્તાન માર્કરમને કેચ આપી આઉટ થયો હતો, જ્યારે પંત પણ ઓવરમાં મહારાજના દડામાં સ્લીપ શોટ મારવાના ચક્કરમાં વિકેટકીપર ડિ'કોકને કેચ આપી શૂન્યમાં પાછો ફર્યો હતો. ભારતને ઉપરાઉપરી બે વિકેટની હજુ કળ પણ વળી હતી, ત્યાં રબાડા ત્રાટક્યો હતો અને ભારતના ટી-20ના નંબર વન બેટર સૂર્યકુમારને બાઉન્ડરી નજીક ક્લાસેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સૂર્યકુમાર ફક્ત 3 રને આઉટ થયો હતો. 23 રને વિના વિકેટ પરથી ભારત 34 રને 3 વિકેટ પર વિકટ સ્થિતિમાં આવી ગયું હતું. દબાણની પરિસ્થિતિમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઉપરના ક્રમે મોકલાયો  હતો. તેણે બખૂબી પિંચ હિટરની ભૂમિકા ભજવી કોહલીના સાથમાં આફ્રિકી બોલરો સામે રન રફતાર વધારી હતી અને વિકેટ પણ બચાવી હતી. જો કે, તે કમનસીબ પણ ખુદની ભૂલને લીધે રન આઉટ થયો હતો. અક્ષર પટેલે 31 દડામાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાથી 47 રનની આતશી ઇનિંગ્સ રમી આફ્રિકાને ભીંસમાં લીધું હતું. તેના અને કોહલી વચ્ચે ચોથી વિકેટમાં 4 દડામાં 72 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સમયાંતરે પડતી વિકેટ વચ્ચે વિન્ટેજ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. વર્તમાન વિશ્વ કપની પહેલી અર્ધસદી કોહલીએ 48 દડામાં 4 ચોગ્ગાથી પૂરી કરી હતી. પછી તેણે ગિયર ચેન્જ કરીને પાવર હિટિંગ શરૂ કર્યું હતું. કોહલીને ફટકાબાજ શિવમ દૂબેએ સારો સાથ આપ્યો હતો. કોહલી 19મી ઓવરના પાંચમા દડે 76 રને આઉટ થયો હતો. તેના અને શિવમ દૂબે વચ્ચે પાંચમી વિકેટમાં 33 દડામાં 7 રનની આક્રમક ભાગીદારી થઇ હતી. દૂબે  આખરી ઓવરમાં 17 દડામાં 3 ચોગ્ગા, 1 છગ્ગાથી 27 રને આઉટ થયો હતો. હાર્દિક પંડયા 2 દડામાં રને અણનમ રહ્યો હતો. જાડેજા આખરી બોલ પર મહારાજના અદ્ભુત કેચથી 2 રને આઉટ થયો હતો. આથી ભારતની ઇનિંગ્સ 7 વિકેટે 176 રને સમાપ્ત થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang