• મંગળવાર, 02 જુલાઈ, 2024

ગાય બચશે, તો દેશ બચશે

મુંદરા, તા. 29 : ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા આહિંસાધામ પ્રાગપર રોડ ખાતે બે દિવસીય આહિંસા સંમેલનનો આરંભ થયો છે. પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શેખરજી મુંદડાએ કહ્યંy હતું કે, ગૌ માતાનું રક્ષણ કરવું આપણી બધાની ફરજ છે. ગાય મંદિર છે અને હોસ્પિટલ છે. ગાયમાં બધું છે. ગાય પોતાનો ખર્ચ પોતે કાઢી આપે છે, ઉપરથી દૂધ આપે છે. ગાય બચશે, તો દેશ બચશે. પ્રથમ દિવસે સવારે સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈએ સંસ્થાની માહિતી આપી હતી. શ્રી મુંદડા (પુના)ના પ્રમુખસ્થાને યોજાયેલા સંમેલન પ્રસંગે હિતેશભાઈ ખંડોર (માધાપર), સી.. મહેન્દ્રભાઈ મહેતા (વિલેપારલા), જિગ્નેશભાઈ દોશી (મુલુંડ), દિનેશભાઈ વોરા, સંજયભાઈ ભોંસલે, આચાર્ય બાલકૃષ્ણજી અતિથિવિશેષપદે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરાએ મહેમાનોને આવકાર્યા હતા. મુખ્ય વક્તા દિલીપભાઈ સખિયા (રાજકોટ) કહ્યંy હતું કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં એંસી ટકા વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. પાણી વહી જાય તે માટે કૂવાઓ, તળાવો, ડેમો રિચાર્જ થવા જોઈએ. ખેતીનું પાણી ખેતીમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે પ્રમાણે રિચાર્જ પ્લાન બનાવવા જોઈએ. જન્મદિવસ અને મેરેજ દિવસની ઉજવણીનો ખર્ચ નાના તળાવ બનાવવામાં કરવો જોઈએ. હિતેશભાઈ ખંડોરે કહ્યંy હતું કે, આજે કચ્છમાં મહારાષ્ટ્રને ગુજરાતનો સંગમ થયો છે. કચ્છીઓની કર્મભૂમિ ભલે મુંબઈ છે, પણ જન્મભૂમિ કચ્છનું ઋણ ઉતારવા કચ્છી દાતાઓ કચ્છમાં સેવાની અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેનો એન્કરવાલા આહિંસાધામ જીવંત દાખલો છે. મુંબઈના મહાજનો કચ્છના ગામડાંઓ, ગૌશાળા, પાંજરાપોળ ચલાવી રહ્યા છે. દિનેશભાઈ વોરા, સંજયભાઈ ભોંસલે, આચાર્ય બાલકૃષ્ણજી, મહેન્દ્રભાઈ મહેતા, જિગ્નેશભાઈ દોશી, બ્રહ્મમાકુમારી મુંદરાના શુશીલા દીદીએ પ્રાસંગિક પ્રવચનમાં ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા અને પર્યાવરણરક્ષાની વાતો કરી સંસ્થાની જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પ્રસંગે અનાથ બાળકોની સેવા કરતા લોનાવાલાના અમિતભાઈ બેનર્જીને આહિંસા એવોર્ડ ને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ અન્ય પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અમૃતભાઈ નીસરે કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang