• મંગળવાર, 02 જુલાઈ, 2024

મુંદરાની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે 96.16 લાખની છેતરપિંડી

ભુજ, તા. 29 : શેર માર્કેટમાં ટ્રેડિંગની ટિપ્સ આપીને ટ્રેડિંગ કરાવતા ડિજિટલ ઠગભગતોની ભરમાર થઇ છે, ત્યારે આવા ઠગભગતોનો ભોગ મુંદારની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બન્યા છે. તેની સાથે 96.16 લાખની ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે સમાઘોઘા રહેતા જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બ્રિજેશકુમાર વાસુદેવસિંગ પટેલે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત સપ્ટેમ્બર-2023માં તેમણે ફેસબુક પર યસ વર્લ્ડ ફોરેક્સ નામની કંપનીની જાહેરખબર જોઇ લિન્ક મારફત તેમાં જોડાયા હતા, જેમાં નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ટિપ્સ આપતા હતા. ફરિયાદી બ્રિજેશકુમારે વેબસાઇટ પર પોતાનું ટ્રેડિંગ ખાતું ખોલાવી તેમાં 40.83 લાખ?જમા કરાવ્યા અને તેની સામે તેમને 1.10 કરોડનું રિટર્ન મળ્યું હતું, જે નાણાં ઉપાડવા ફરિયાદીએ એપમાં રિક્વેસ્ટ મોકલતાં તેમને ફોન આવ્યો હતો કે હાલ પૂરી રકમ નહીં ઉપાડી શકો, 60 લાખ ઉપાડી શકશો પરંતુ તેના ઉપર લાખ જીએસટી ભરવાનો થશે. ફરિયાદીએ જીએસટીની રકમ ભરી, પરંતુ પછી હાલ ચૂંટણી છે, સાહેબ હાજર નથી તેવા બહાના અપાયા હતા. બાદ ફેબ્રુઆરી-24માં બારક્લેયસ સિક્યુરિટી ગ્રુપ્સની એડ જોઇ ફરિયાદીએ ટ્રેડિંગ માટેની એપ ડાઉનલોડ કરીને તેમાં રૂા. 37.13 લાખ?જમા કરાવ્યા હતા. નફા સાથે રૂપિયા ઉપાડવાની કાર્યવાહી કરતાં સિસ્ટમ એરર, સિસ્ટમ કામ કરતી હોવાનું કહી રૂપિયા પરત અપાયા. બાદ ફરિયાદીએ માર્ચમાં આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટની એપમાં 13.18 લાખ?અને એક?ટ્રેડિંગ એપ ગોલ્ડમેન સચ્સમાં રૂા. 5.10 લાખ?જમા કરાવી ટ્રેડિંગ કર્યું, પરંતુ રૂપિયા પણ પરત મળ્યા. આમ, આવા ડિજિટલ ગઠિયાઓએ વિવિધ રીતે ફરિયાદી પાસેથી તા. 12/9/23થી તા. 10/5/24 દરમ્યાન રૂપિયા પડાવી લીધા હતા. કુલ મળીને રૂા. 96.16 લાખની ઠગાઇ થયાની ફોન નંબર, ખાતા નંબર સાથેની વિગતે ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang