• મંગળવાર, 02 જુલાઈ, 2024

ડીપીએ દ્વારા 24 કલાકમાં દેશનાં તમામ મહાબંદરોમાં સર્વાધિક કાર્ગો હેન્ડલ કરાયો

ગાંધીધામ, તા. 29 : સતત 16 વર્ષ સુધી કાર્ગો હેન્ડલિંગમાં સતત નંબર વન રહેલા દીનદયાલ પોર્ટે આજે એક દિવસમાં સર્વાધિક કાર્ગો હેન્ડલ કરીને વધુ એક કીર્તિમાન ંસ્થાપ્યો છે. પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ડીપીએ દ્વારા આજે 24 કલાકમાં 6,77,204 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવી સફળતા હાંસલ કરી છે. આંકડો દેશના તમામ મહાબંદરોના 24 કલાકના કાર્ગો હેન્ડલિંગના આંકડામાં સર્વાધિક છે. અગાઉ વર્ષ-2023માં 24 કલાકમાં 6,64,904 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો. ટ્રાફિક મેનેજર રત્નશેખર રાવ, ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પ્રદીપ મોહંતી અને તેમની ટીમને જ્વલંત સફળતા મેળવી હતી. ચેરમેન અને ડેપ્યુટી ચેરમેને પોર્ટની સમગ્ર ટીમને સફળતા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડીપીએએ પ્રથમ 45 દિવસમાં સર્વાધિક કાર્ગો હેન્ડલ કર્યો હતો તેમજ પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થયા પહેલાં 30 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang