• મંગળવાર, 02 જુલાઈ, 2024

અંજારના કુંભારડીમાં હત્યાના આરોપીએ, ગાંધીધામમાં સગર્ભાએ ફાંસો ખાધો

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાનાં કુંભારડીમાં હત્યાનો કેસ ચાલતો હોવાથી યાકુબ ઉમર કેવર (..22) ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો તેમજ ગાંધીધામમાં કોઈ કારણોસર  સગર્ભા શીતલબેન કમલેશ મહેશ્વરી (..22) ગળેફાંસો ખાઈ જીવન ઉપર પૂર્ણવિરામ મૂકયું હતું. ભચાઉ તાલુકાના આમરડીમાં વીજશોક લાગવાથી કાનજીભાઈ જેશાભાઈ રબારી (..25)નું મૃત્યુ થયું હતું. ગાંધીધામની ભાગોળે અજાણ્યા વાહનની હડફેટે  રાહદારી સપનસિંગ બિધાસિંગ રાજપૂત (..44)નું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મેઘપર -કુંભારડીમાં મહેંદીનગરમાં મકાન નં. 14માં રહેતા યાકુબભાઈ નામના યુવાને પોતાના ઘરે ગત તા. 28/6ના સાંજે 6 વાગ્યાના અરસામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. મૃતક ઉપર હત્યાનો કેસ ચાલતો હોવાથી તેણે પગલું ભર્યું હોવાનું પોલીસે પ્રાથમિક તારણમાં જણાવ્યું હતું. અપમૃત્યુના વધુ એક બનાવમાં ગાંધીધામમાં નવી સુંદરપુરી ગણેશ મંદિર પાસે વોર્ડ નં. 10માં રહેતા શીતલબેને ગત તા. 28/6ના 9.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે દુપટ્ટા વડે પંખામાં ગળેફાંસો ખાધો હતો. ત્રણ વર્ષનો લગ્નગાળો ધરાવનાર મહિલાનાં મૃત્યુ પાછળનું કારણ શોધવા તપાસ આરંભી છે. મૃતકને આઠ મહિનાનો ગર્ભ હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ઉપરાંત આમરડીમાં મોટરના વાયરમાં હાથ અડી જવાથી ગત તા. 28/6ના 15.30 વાગ્યાના અરસામાં કાનજીભાઈને વીજશોક લાગ્યો હતો. તેમને ભચાઉના ખાનગી આરોગ્ય કેન્દ્રમાં લવાતાં ફરજ ઉપરના તબીબ ડો. રવિ બાવરવાએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉથી ગાંધીધામ તરફ નેશનલ હાઈવે ઉપર .વી. જોષી પુલથી મચ્છુનગર પુલ વચ્ચે એસ.આર.જી. પ્લાયવૂડની ઓફિસના ગેટ પાસે ગત.તા. 26/7ના રાત્રિના 1.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. મૃતક સપનસિંગ પગપાળા જતા હતા તે સમયે પૂરઝડપે આવતા અજાણ્યા વાહને તેમને હડફેટે લીધા હતા. પોલીસે મૃતકના પુત્ર સૌરભકુમાર સપનસિંગ રાજપૂતની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang