• મંગળવાર, 02 જુલાઈ, 2024

અખબારી અહેવાલનો પડઘો : માધાપરની મુતરડીઓ સાફસૂથરી બનાવતી કામગીરી

માધાપર, તા. 29 : માધાપર ધનિક તેમજ વિકાસશીલ ગામ છે અને લોકોનો જુવાળ હંમેશાં ભાજપ તરફ રહ્યો છે. છતાં ગામની મુતરડીમાં ગંદકી સાફ કરાય તે બાબતે ગામલોકોએ નારાજગી પ્રગટ કરી હતી, પરંતુ કચ્છમિત્રમાં આવેલા અખબારી હેવાલનો પડઘો પડયો છે અને બન્ને મુતરડી સાફ-સુથરી થઈ ગઈ છે. માધાપરના જાગૃત નાગરિકોએ માધાપરની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, નવાવાસમાં બબ્બે મુતરડીની ખરાબ સ્થિતિ હતી. આજે નવાવાસ પંચાયત દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરી ટેન્કર દ્વારા પાણીના ફુવારાથી સાફ- સુથરી બનાવી દેવાઈ હતી. તો બીજી બાજુ ખરીદી કરતા ગ્રાહકો, બહારથી આવતા મુસાફરો માટે શૌચાલયની વ્યવસ્થા નથી, બાબતે પંચાયતમાં રજૂઆત કરાઈ છે, પણ હજુ વ્યવસ્થા ઊભી કરાઈ નથી. અગાઉ માધાપરની વસ્તી 30 હજારની હતી, ત્યારથી નાનું ટ્રાન્સફોર્મર લગાવાયું છે. હવે 90 હજારની વસ્તી થઈ ત્યારે પીજીવીસીએલએ નવું ટ્રાન્સફોર્મર લગાડવું જોઈએ. બાબતે સંદીપ ગઢવી નામના અરજદારે સરકારમાં રજૂઆત કરી છે. ગામમાં ગટરનો પ્રશ્ન વર્ષોથી અટવાયેલો છે. પશ્ચિમ દિશાના કોટક નગર, ગોકુલધામ અંદર 50 લાખની ગ્રાન્ટ ફાળવણી થઈ, પણ પૂર્વીય વિસ્તાર ઐશ્વર્યાનગર, પીરવાડી, માતાજી મંદિર વિસ્તાર, પિન્ક સિટી, એક્તાનગર, વર્ધમાનનગર, લાયન્સનગર, ઘનશ્યામનગર, ગ્રીનસિટી, હર્ષીલપાર્ક, મારુતિધામ પ્લોટ, પાર્શ્વનાથનગર, રાધાકૃષ્ણનગર, પ્રમુખપાર્ક, શિવાજીપાર્ક, જલારામ સોસાયટી, કરણપાર્ક, તુલશી હોટેલની આજુબાજુ વિસ્તારમાં હજુ ગટરલાઈન નથી આવી. ત્રણ કરોડની ગ્રાન્ટ ફાળવાય તો પ્રશ્ન હલ થઈ શકે. ઉપરાંત પાટનદીમાં આર્મી વિસ્તારનું ગંદકીયુક્ત પાણી જાય છે. જે સમસ્યા દૂર કરવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang