• મંગળવાર, 02 જુલાઈ, 2024

માંડવી વિધાનસભા વિસ્તારમાં ચાર નવા ફીડર મંજૂર

માંડવી, તા. 9 : `માંડવીમાં 41 હજાર ગ્રાહક સામે માત્ર 30નો લાઈન સ્ટાફ' હાડિંગ સાથે કચ્છમિત્રમાં આજે પ્રસિદ્ધ થયેલા સમાચાર પરથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જીઈબીના અધિકારીઓની એક બેઠક બોલાવી માંડવી-મુંદરા વિસ્તારમાં લાઈટની સમસ્યા કઈ રીતે હલ થઈ શકે તે માટેના અભિપ્રાયો મેળવી તાત્કાલિક ધોરણે ચાર નવા ફીડર લુણી-મુંદરા, હમલા-માંડવી, રાસાપીર સર્કલ-મુંદરા તથા ધુણઈ-માંડવી માટેની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. જેમાંથી ધુણઈના ફીડર માટે ખાતમુહૂર્તની કામગીરી ગણતરીના દિવસોમાં કરવામાં આવશે, તેવું જણાવ્યું હતું. ઉપરોક્ત મિટિંગમાં માંડવી શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ અંગે બાકી રહેતા કામની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા, 40 કિ.મી. કાન્ટિંગ કેબલ લગાડવા, જૂના રિટાયર્ડ થયેલા અનુભવી કર્મચારીઓને રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. મટિરિયલની જે જે ઘટ છે તે અંગે રૂા. 77.4 કરોડની મંજૂરી તેમજ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ થઈ ગઈ છે. માર્ચ-0રપ સુધીમાં તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જેમાં એમ.વી.સી.સી. કંડક્ટર કેબલ માટે 48 કરોડ, ટ્રાન્સફોર્મર મોટા કરવા 80 લાખ, એલ.ટી. લાઈનને એબીમાં કન્વર્ટ કરવા રર કરોડ, પીએસી અર્થિંગ માટે .રપ કરોડ, વેજ કનેક્ટર માટે 31 લાખ મળી કુલ્લે રૂા. 77.4 કરોડ મંજૂર કરાયા છે. માંડવી મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત તથા એન્કરવાલા હોસ્પિટલને માંડવી સિટી ફીડરમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભુજ સર્કલના જે.એમ. કષ્ટા, માંડવી વિભાગના જે.જે. ગોહિલ, માંડવી વિભાગના એસ.ડી. જોષી, માંડવી શહેર પેટા વિભાગના વી.આઈ. પટેલ, માંડવી ગ્રામ્ય પેટા વિભાગના એસ.એસ. પટેલ, મુંદરા પેટા વિભાગના એમ.આર. મોદી, દહીંસરા પેટા વિભાગના ઈન્ચાર્જ એલ.જી. આહીર, મુંદરા- પેટા વિભાગના ઈન્ચાર્જ એન.એમ. ચૌધરી, ગેટકો સિવિલ સાઈડ બાંધકામ વિભાગના જે.ડી. ગોહિલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang