• મંગળવાર, 02 જુલાઈ, 2024

નબળી ક્ષમતાના ટ્રાન્સફોર્મર વિશે તથા ક્ષમતા વધારવા સૂચના જારી

ભુજ, તા. 29 : તાજેતરમાં ભુજ શહેર ખાતે કલાકમાં બે ઈંચ વરસાદ પછી શહેરના વિવિધ વિસ્તારમાં વીજળી પડવાની ઘટના કે વીજ ટ્રાન્સફોર્મરને થયેલ નુકસાની અંતર્ગત પીજીવીસીએલના વહીવટી નિયામક પ્રીતિ શર્માએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના લાલન, હિલગાર્ડન, ટાઈમ સ્કવેર અને પોલીટેકનિક ફીડરની રિંગ પાવરની વ્યવસ્થા પરીક્ષણ કરી જે સ્થળે ઓવરહેડ લાઈન છે તે જગ્યાએ આશરે 8 કિ.મી. કંડકટરને  ડોગ કંડકટરમાં રુપાંતરણ  કરવા, જુદા-જુદા વિસ્તારના ટ્રાન્સફોર્મરની હળવા દબાણની એરિયલ બંચ કેબલ કે જ્યાં ઓવરલોડિંગ અને ફ્લકચ્યુએશન થાય તે માટે 34 સ્કે.એમ.એમ.ની જગ્યાએ 50 સ્કે.એમ.એમ.ની  સાઈઝમાં રુપાંતર કરવા જરૂરી કેબલ 8 ડ્રમ રાજકોટથી ભુજ મોકલાવવા વિગેરે મહત્ત્વની સૂચનાઓ આપી હતી. ભુજ વર્તુળ કચેરીના નવા અધીક્ષક ઈજનેર બી.સી. રાઠોડે અગાઉ માંગરોળ, રાજકોટમાં કરેલી કામગીરીના બહોળા અનુભવના કારણે કામ ત્વરિત ચાલુ કરી દેવાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang