• મંગળવાર, 02 જુલાઈ, 2024

વરસામેડી સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાંથી પોલીસે મોટાં પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંજાર પોલીસે વરસામેડી સીમમાં આવતી શાંતિધામ વિસ્તારમાંથી   દારૂ ભરેલી નાની ટ્રક પકડી પાડી છે લખાય છે ત્યારે રાત્રિના 1.30 વાગ્યાના અરસામાં  પોલીસે દારૂ ભરેલાં વાહનને પોલીસ મથકે લાવી ગણતરીઓ આરંભી છે. સંભવત: 50થી વધુ  દારૂની પેટી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલમાં પોલીસ કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી  વધુ વિગતો જાણી શકાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang