• મંગળવાર, 02 જુલાઈ, 2024

`ઈન્ટિગ્રેટેડ કેર'થી દર્દીઓનાં કલ્યાણ માટે કટિબદ્ધ "KICRC'

દિવ્યેશ વૈદ્ય દ્વારા : ભુજતા. 29 : તાલુકાના બળદિયા નજીક આકાર લઈ રહેલાં બહુહેતુક અને નવતર પ્રકારનાં સારવાર કેન્દ્ર `કલ્યાણ ઈન્ટિગ્રેટેડ કેર એન્ડ રિસર્ચ સેન્ટર'ને લોકોનાં સ્વાસ્થ્યનાં કલ્યાણ માટે ખુલ્લું મૂકવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આવતીકાલે તા. 30 જૂનના સાંજે વાગ્યે વિવિધ કાર્યક્રમો સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થશે. લોકાર્પણ પહેલાં કેન્દ્રના યુવા સ્થાપકે માનવીય અભિગમ સાથે દર્દીઓના શ્રેષ્ઠ હિત અને સમર્પિત ભાવનાથી  કાર્યમાં આગળ વધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. `કલ્યાણ ઇન્ટિગ્રેટેડ કેર એન્ડ રિસર્ચ સેન્ટર' (KICRC)ના સ્થાપક ડો. રાહુલ પ્રજાપતિ અને સહસ્થાપક ડો. કિંજલ મોઘરિયા પ્રજાપતિએ કચ્છમિત્ર સાથે વિસ્તૃત વાત કરી હતી અને દરેક વિભાગોની વિશે માહિતગાર કર્યા હતા. તબીબ દંપતીએ કહ્યું કે, KICRC સ્થાપનામાં પાયાનો ઉદ્દેશ તેમના નામની જેમ દર્દીઓના (સ્વાસ્થ્યાર્થીનામાનવીય અભિગમ અને વિવિધ સારવાર પદ્ધતિઓના (નેચરોપેથી, આયુર્વેદ, યોગ, ફિઝિયોથેરાપી, મનોચિકિત્સા, એલોપેથી) સંકલન વડે કલ્યાણ કરવાનો છે. KICRC મેડિકલના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની ટીમ સાથે નવીન `ઈન્ટિગ્રેટેડ કેર' અભિગમ રજૂ કરી રહ્યું છે. કેન્દ્રમાં સ્થાપકથી લઈને તબીબોની ટીમ અને અન્ય સ્ટાફનો અભિગમ સ્વાસ્થ્યાર્થીની હૃદયથી સેવા કરવાનો રહેશે. સ્વાસ્થ્યાર્થીની સ્થિતિઉંમરને ધ્યાનમાં રાખીને જે શ્રેષ્ઠ અનુકૂળ હશે સંભાળ લેવામાં આવશે. KICRCનું લીલુંછમ વાતાવરણ અને માનવતાસભર વલણ  દર્દીઓને ચોક્કસપણે આરામ અને શાંતિ આપશે અને એમનાં જીવનને પુન: ઊર્જાથી ભરી દેશે, એવો વિશ્વાસ છે. `તમને પ્રકારનું સારવાર કેન્દ્ર સ્થાપવાનો વિચાર કેમ આવ્યો' એવા એક પ્રશ્નના જવાબમાં ડો. રાહુલ પ્રજાપતિ અને ડો. કિંજલ પ્રજાપતિ કહે છે કે, દરેક સારવાર પદ્ધતિ પોતાની વિશિષ્ટતા ધરાવે છે અને એમના સિદ્ધાંતો, પ્રયોગોઅનુભવ, અત્યાધુનિક સંશોધન દ્વારા સ્વાસ્થ્યાર્થીની સારવાર કરે છે, પરંતુ સ્વાસ્થ્યાર્થીની સ્થિતિ મુજબ જરૂરિયાતો બદલાતી રહે છે, પરંતુ જે કોઈ હોસ્પિટલમાં ચોક્કસ પદ્ધતિની એને સારવાર મળે છે. 10 વર્ષના કાર્યકાળમાં આરંભના સાત વર્ષ અમે કુદરતી ઉપચારની પ્રેક્ટિસ કરી દરમ્યાન જોયું કે, બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ, ચામડીના રોગો, પેટની સમસ્યા, કિડની અને લીવરની બીમારીના દર્દીઓ વધુ આવી રહ્યા હતા. એમને કુદરતી ઉપચારની સાથે-સાથે આયુર્વેદ, મનોચિકિત્સા, યોગ, ફિઝિયોથેરાપીની અને સાથે એલોપેથી જેવી વિવિધ શાખા પદ્ધતિની પણ એમને જરૂર જણાઈ, જે બધું એક જગ્યાએ નથી મળતું. એવું લાગ્યું કે, આજના સ્વાસ્થ્યાર્થી (દર્દીઓ)નું કોઈ એક પ્રકારની સારવારથી ભલું થઈ શકે એમ નથી. તબીબે સ્વાસ્થ્યાર્થીને માત્ર  તેમની સારવાર પદ્ધતિઓની દૃષ્ટિથી જોવાને બદલે સર્વદૃષ્ટિએ તપાસ અને સારવારની આવશ્યકતા છે. આજના સમયમાં `પેથી સેન્ટ્રિક' (કોઈપણ એક સારવાર પદ્ધતિ અનુસાર) બનવાને બદલે `પેશન્ટ સેન્ટ્રિક'-દર્દીલક્ષી બનવું જોઈએ. દરેક પ્રકારની હોસ્પિટલને એકબીજા સ્વીકારે અને સ્વાસ્થ્યાર્થીને  (દર્દીઓને) પણ એક સ્થાને બધું ઉપલબ્ધ હોય, તો તમામ પદ્ધતિની સારવાર મળી શકે. સંજોગોમાં એવા એક સારવાર સંકુલનો વિચાર આવ્યો કે જેમાં સ્વાસ્થ્યાર્થી કેન્દ્રમાં હોયસારવાર પદ્ધતિ નહીં ને સારવારની વ્યાપક તકો હોયલાંબા વિચાર પછી આવા ઇન્ટિગ્રેટેડ કેર અને રિસર્ચ સેન્ટરની આજના સમયમાં જરૂરિયાત અનુભવી. ક્યારેક એવું પણ લાગ્યું કે, બધી સારવાર પદ્ધતિઓ અદ્ભુત અને વૈજ્ઞાનિક ઢબની છે, પરંતુ જાણે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ખરેખર બધી બાબતોનું સંકલન થાય તો સમગ્ર માનવ જાતનું શ્રેષ્ઠ રીતે `કલ્યાણ' થઇ શકે. આવા અભિગમથી KICRC જન્મ થયો છે અને ભવિષ્યમાં વધુ સંશોધનના અને પ્રકારના કેન્દ્રોની વધુમાં વધુ સ્થાપન કરી તેને વૈશ્વિક ફલક પર લઈ જવાની નેમ છે. કોઈપણ તબીબ કે સારવાર પદ્ધતિની કંઈક મર્યાદાઓ હોઈ શકે અને અમારે મર્યાદાઓ દૂર કરવાનો વિચાર છે. વિચારો પરથી નિર્માણ પામેલાં સંકુલનું નિર્માણ મિશન છે કે, સ્વાસ્થ્યાર્થીના જીવનની ગુણવત્તા કેમ વધારવી એનું કલ્યાણ કેમ કરવું, ભલે કોઈ પણ પદ્ધતિથી સારવાર લેવાની આવશ્યકતા રહે. માત્ર ઉદ્દેશ કે, કોઈ એક ચોક્કસ પદ્ધતિને જાળવી રાખવાના વલણથી એને હાનિ થવી જોઈએ. આમ, સંસ્થાના કેન્દ્રમાં સ્વાસ્થ્યાર્થી છે, સારવાર પદ્ધતિ નહીં. સંસ્થાનું નામ `કલ્યાણ' રાખવા પાછળના પ્રશ્ને એમણે કહ્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધારવામાં નિમિત્ત બનવાની ભૂમિકા ભજવી શકીએ અને એનો સંતોષ મેળવવાનો છે. સ્વાસ્થ્યાર્થી `કલ્યાણ' હેતુને કારણે કેન્દ્રનું નામ `કલ્યાણ' છે. સ્વાસ્થ્યાર્થી `ભલાં' માટે જે કંઈપણ આવશ્યક હશે બધું થશે. આધુનિક મેડિકલ વિજ્ઞાનની એડવાન્સ શોધો સાથે જોડાઈ રહેવા અને અમારા નવા અનુભવોને પણ જોડવા અને સમાજને લાભ આપવા માટે  `િરસર્ચ વર્ક' અને પ્રકારના વધુમાં વધુ કેન્દ્રોની સ્થાપના પણ થશે. ઉદાહરણ લઈએ, તો શરદીને પરેજીથી પણ મટાડી શકાય અને જો સુધાર થાય તો વધુ આગળની દવાથી પણ મટાડી શકાય. જો પરેજીથી મટી શકે એમ હોય તો વધુ આગળની દવાથી મટાડવી જોઈએ. વિચાર કેન્દ્રમાં છે. કોઈ સારવાર પદ્ધતિથી વાંધો નથી, પરંતુ કોઈ એક્સ્ટ્રા ડોઝ જવો જોઈએ. ઓછામાં ઓછી આડઅસરથી અને લાંબા ગાળા માટે સારું થાય અમારો `પથ' છે. `અહીં દર્દીઓની સારવાર કઈ રીતે નક્કી થશે અને રોકાણ દરમ્યાન કઈ વિશેષ સુવિધાઓ રહેશે' એવું પૂછતાં, `ઇન્ટિગ્રેટેડ કેર'ના નિષ્ણાત ડો. રાહુલ પ્રજાપતિ અને ડો. કિંજલ પ્રજાપતિ એમ કહે છે કે, સ્વાસ્થ્યાર્થીની તપાસ અને ભૂતકાળમાં થયેલી બીમારીઓ અને સારવારની જાણકારી મેળવીને કેવી રીતે સારું થઈ શકે નક્કી કરાશે. સિવાય કેટલીક જટિલ બીમારીઓ માટે વિષય નિષ્ણાત તબીબો વિઝિટિંગમાં આવતા રહેશે. સ્વાસ્થ્યાર્થી સાત, 10, 15 કે વધુ દિવસ રોકાઈ શકે છે. સ્વાસ્થ્યાર્થીને ફળ, શાકભાજી અને સાત્ત્વિક ભોજન અપાશે, બધું પણ કેમ્પસમાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. એક સંકુલમાં રહેવાનું, ભોજન કક્ષ, પંચકર્મ અને નેચરોપેથી સારવાર, યોગ, વાકિંગ ટ્રેક, ફિઝિયોથેરાપી, એક્યુપ્રેસર, એક્યુપંક્ચર માટે અલાયદી વ્યવસ્થાઓ ગોઠવેલી છે. કુદરતી સારવાર અને મોડર્ન પદ્ધતિઓનો સમન્વય જોવા મળશે.પહેલી જુલાઈથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ જશે. સ્વચ્છતાસરળતાથી અને સમાજનો દરેક વર્ગ લાભ લઈ શકે માટે માનવતાપૂર્ણ વાજબી દરથી  સ્વાસ્થ્યાર્થી સારવાર કરવાની નેમ છે. દર્દીને દરેક તબક્કે પારદર્શકતાનો પણ અનુભવ થશે. સમગ્ર વહીવટ અને સંચાલન ડિજિટલ કોમ્પ્યુટર અને મોબાઈલ આધારિત પેપરલેસ પદ્ધતિથી થશેમધ્યમ વર્ગ અને ધનવાન બંને લાભ લઈ શકે એવી અલગ-અલગ કેટેગરીઓ પણ બનાવાઈ છે. 24 કલાક સંકુલમાં ડોક્ટરો હાજર હશે. દવા કેન્દ્ર પણ છે. સમગ્ર ગ્રીન કેમ્પસ છે અને ફાયર સેફ્ટીની પણ સુવિધા ઉપલબ્ધ છે. કુલ 22 રૂમમાં એક સાથે 40 જેટલા સ્વાસ્થ્યાર્થી રહી શકે રીતે સુવિધા ઊભી કરાઈ છે. તા. 30મી જૂનના રવિવારે સાંજે કેન્દ્રમાં યોજાનારા સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે કેન્દ્રનું લોકાર્પણ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang