• મંગળવાર, 02 જુલાઈ, 2024

અંજારમાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી માતા ઉપર દુષ્કર્મ આચરાયુ

ગાંધીધામ, તા. 29 : અંજારમાં બે સંતાનની માતા ઉપર શખ્સે બળાત્કાર ગુજારર્યો હોવાનો મામલો પોલીસે દફતરે નેંધાયો હતો. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે આરોપી હનીફ ઉર્ફે અભાડો અજીજ મમણે ભુજની 22 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી તેની સાથે તસવીરો પડાવી હતી. ત્યારબાદ તસવીરો વાયરલ કરવા અને ભોગબનનારના પુત્રને જાન થી મારી નાખવી ધમકી આપી અંજારમાં બાવળની ઝાડીમાં લઈને બળજબરી પૂર્વક શારીરીક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત તહોમતદારે ગાડીમાં પણ હિનકૃત્ય કર્યું હોવાનુ ફરિયાદમાં વર્ણવામાં આવ્યુ છે. પીડીતાને આરોપીએ મૂઢ મારી હોવાનુ પણ પોલીસે ઉમેર્યું હતું. અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang