• શુક્રવાર, 28 જૂન, 2024

ડીકોકની ઇનિંગ્સ હારનું કારણ : જોસ બટલર

એન્ટિગુઆ, તા. 22 : ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સ્વીકાર કર્યો છે કે ટી20 વિશ્વકપની સુપર 8 મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડીકોક જેવી આક્રમકતા બતાવી શક્યા નથી. ડીકોકની ઇનિંગે બન્ને ટીમ વચ્ચે અંતર પેદા કર્યું હતું. ડિકોકે 38 બોલમાં 65 રન કર્યા હતા. જેનાં કારણે દક્ષિણ આફ્રિકા છ વિકેટ ઉપર 163 રન બનાવવમાં સફળ રહ્યું હતું. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 6 વિકેટે 156 રન બનાવી શકી હતી. બટલરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જે રીતે ડીકોકે બાટિંગ કરી તેનાથી વાસ્તવમાં દબાણ આવી ગયું હતું. તેણે અમુક શાનદાર ફટકા રમ્યા હતા અને તેની બરાબરી થઈ શકી નથી. તેના માનવા પ્રમાણે ડીકોકની ઇનિંગ્સે મેચમાં અંતર પેદા કર્યું છે. વધુમાં પાવર પ્લેમાં બોલિંગ કરવી મુશ્કેલ કામ રહ્યું હતું, કારણ કે ડીકોકે જોખમ ઉઠાવીને અમુક સારા શોટ્સ રમ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang