• બુધવાર, 15 મે, 2024

ચેન્નાઇ સુપર કિંગ્સનો પાંચમો વિજય

ચેન્નાઇ, તા. 28 : ગૃહમેદાન પર બોલરોના બળે ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 78 રને હાર આપી વર્તમાન આઇપીએલ સિઝનમાં પાંચમી જીત મેળવી હતી. જીત બાદ ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમ પર આવી છે. ચેન્નાઇએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન ખડક્યા બાદ તુષાર દેશપાંડેની ચાર વિકેટના તરખાટ સાથે હૈદરાબાદને 18.5 ઓવરમાં માત્ર 134 રન પર સમેટયું હતું. ચેન્નાઇએ સતત બે મેચ હાર્યા બાદ જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદે સિઝનમાં પહેલી વખત સતત બીજી મેચ ગુમાવી છે. હૈદરાબાદની ટીમ  શરૂઆતથી દબાણમાં જણાતી હતી. ચેન્નાઇના બોલરોએ બેટ્સમેનોની નિયમિત વિકેટો લેતાં ટીમ જીતથી સતત દૂર થતી જતી હતી. એકમાત્ર માર્કરમે 26 દડામાં 32 રન સાથે બોલરોનો કંઇક અંશે પ્રતિકાર કર્યો હતો. ટ્રેવિસ હેડ (13), અભિષેક શર્મા (15), નીતીશકુમાર રેડ્ડી (15), કલાસેન (20) અને સમદ (19) ખાસ જામી શક્યા  હતા. ચેન્નાઇ વતી તુષાર દેશપાંડેએ 27 રનમાં 4 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો. તેના સિવાય પથિરાનાએ 17માં બે, મુસ્તફિઝુર રહેમાને 19માં બે, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી. ઇન ફોર્મ ઓપનર ઋતુરાજ ગાયકવાડની 98 રનની સંગીન કેપ્ટન ઇનિંગની મદદથી આઇપીએલની આજની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરના અંતે 3 વિકેટે 212 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સીએસકે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ચેપોકના ગઢ પર સિઝનની તેની બીજી સદી માત્ર બે રને ચૂકી ગયો હતો. તેણે 4 દડામાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાથી 98 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ગાયકવાડ અને શિવમની ફટકાબાજીથી સીએસકે ટીમે આખરી ઓવરમાં 64 રનનો ઉમેરો કર્યો હતો. સીએસકે દ્રારા ટી-20માં 3પમી વખત 200 પ્લસ સ્કોર થયો હતો અને સાથે તેણે સમરસેટ ટીમનો રેકોર્ડ તોડયો હતો. સમરસેટ ટીમે 200 પ્લસ સ્કોર 34 વખત કર્યો છે. સૂચિમાં ત્રીજા સ્થાને ટીમ ઇન્ડિયા (32) છે. સનરાઇઝર્સ વિરુદ્ધ સીએસકેની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે (9) સસ્તામાં આઉટ થયા બાદ ઋતુરાજ અને ડેરિલ મિચેલે બીજી વિકેટમાં 64 દડામાં 107 રનની ભાગીદારી કરી હતી. મિચેલે સિઝનમાં પહેલીવાર ફોર્મ ઝળકાવી 32 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગાથી બાવન રનની ઇનિંગ રમી હતી. બાદમાં પાવર હિટર શિવમ દૂબેએ કપ્તાન સાથે મળીને ચોથી વિકેટમાં 3 દડામાં 74 રનની ભાગીદારી કરી હતી. શિવમ દૂબે 20 દડામાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાથી 39 રને નોટઆઉટ રહ્યો હતો. ધોની આખરી ઓવરમાં ક્રિઝ પર આવ્યો હતો તેણે બે દડામાં એક ચોગ્ગાથી અણનમ રન કર્યા હતા. આથી સીએસકેના 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બન્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર, નટરાજન અને ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang