• બુધવાર, 01 મે, 2024

ગુજરાતનો ધબડકો : દિલ્હીનો છ વિકેટે વિજય

અમદાવાદ, તા. 17 : પહેલા બોલિંગથી બળૂકો દેખાવ કર્યા બાદમાં આક્રમક બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સ સામેની આજની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે ધસમસતો વિજય થયો હતો. દિલ્હી ટીમે 90 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક ફકત 8.  ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જીતથી દિલ્હીએ મહત્ત્વના બે અંક ગજવે કર્યા હતા અને નેટ રનરેટમાં પણ ખાસ્સો એવો સુધારો કર્યો હતો. દિલ્હીનો કપ્તાન પંત 16 રને અને સુમિત 9 રને નોટઆઉટ રહ્યા હતા. હોપે 19 રન કર્યા હતા. અગાઉ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ ટીમનો તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 17.3 ઓવરમાં ફકત 89 રનમાં ધબડકો થયો હતો. દિલ્હી કેપિટલ્સની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે ગુજરાતના બેટધરો મોદી સ્ટેડિયમની ધીમી પીચ પર બિનજવાબદારી રીતે વિકેટો ગુમાવતા રહ્યા હતા. ગુજરાતના બેટધરો વચ્ચે પેવેલિયનમાં પાછા ફરવાની લાઇન લાગી હતી. આઠમા ક્રમના રાશિદ ખાને સૌથી વધુ 31 રન 24 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી કર્યા હતા. આઇપીએલની વર્તમાન સિઝનમાં હાલ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતની ઇનિંગમાં ફકત 8 ચોગ્ગા અને 1 છગ્ગો લાગ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. ઇશાંત શર્માએ 8 રનમાં 2 અને પાર્ટ ટાઇમ સ્પિનર ટ્રિસ્ટન સ્ટબ્સે 1 ઓવરમાં 11 રનમાં 2 વિકેટ લીધી હતી. બન્ને વિકેટ રિષભ પંતના અદ્ભુત સ્ટામ્પિંગને લીધે મળી હતી. ગુજરાતના માત્ર ત્રણ બેટધર બે આંકડે પહોંચી શકયા હતા. જેમાં સાઇ સુદર્શન (12), રાહુલ તેવતિયા (10) અને રાશિદ ખાન (31) સામેલ છે. કપ્તાન શુભમન ગિલ 2, રિદ્ધિમાન સાહા 8, ડેવિડ મિલર 2, શાહરુખ ખાન ઝીરોમાં આઉટ થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang